Sunday, June 1, 2025
HomeGujaratહળવદના શીવપુર ગામે જુગાર રમતા સાત ઝડપાયા

હળવદના શીવપુર ગામે જુગાર રમતા સાત ઝડપાયા

હળવદ તાલુકાના શીવપુર ગામની સીમમાં જુગાર રમતા કુલ ૭ આરોપીને હળવદ પોલીસે પકડી પાડયા છે. હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે રેઇડ કરી રોકડ રકમ રૂ.૧,૦૨,૮૦૦/- સાથે ઇસમોને પકડી પાડી જુગાર ધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકરાહુલ ત્રિપાઠી અને નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ એસ.એચ.સારડા દ્વારા પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.ટી.વ્યાસની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એચ.બાવળીયા અને સાથેના પોલીસ સ્ટાફના માણસો હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા, વનરાજસિંહ રાઠોડને મળેલ સંયુક્ત બાતમીને આધારે શીવપુર ગામે જુગાર અંગે રેઇડ કરી જયેશભાઇ હરજીવનભાઈ ધોરીયાણી, કનકસિંહ ઉર્ફે કનુભા ચંદ્રભા જાડેજા, અમરશીભાઇ વિરજીભાઇ બારીયા, રસીકભાઈ બેચરભાઈ કાલરીયા, ચંદુભાઇ હરખજીભાઈ જેઠલોજા, લાભુભાઈ રૂગનાથભાઈ દેત્રોજા અને વજાભાઇ બાવલભાઈ ચૌહાણને રોકડ રકમ રૂ.૧.૦૨.૮૦૦/- તેમજ જુગાર રમવાના સાહિત્ય સાથે પકડી પાડી જુગાર ધારા હેઠળનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પોલીસ સ્ટેશન, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ હનાભાઇ બાવળીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ બાબુભાઇ પટેલ, પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, વનરાજસિંહ માવુભા રાઠોડ, સંજયભાઇ મનજીભાઇ લકુમ, સાગરભાઇ ડાયાભાઇ કુરીયા, કિશનભાઇ ધીરૂભાઈ મોતાણી વિગેરે સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!