વાંકાનરના નવાપરા વિસ્તારમાંથી જુગાર રમતા સાત શખ્સોને વાંકાનેર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
જેમાં વાંકાનેર શહેર માં આવેલ નવાપરા વિસ્તારમાં ફિરોજભાઈ ના મકાન પાસે વાંકાનેર પોલીસે રેડ કરી તીનપતિ નો જુગાર રમતા સાત શખ્સો જેશાભાઇ લક્ષ્મણભાઇ જોગરાણા(ઉ.વ.૫૦ ધંધો ડ્રાઈવીંગ રહે. રાજકોટ ભોમેશ્ર્વર મંદીર પાસે મફતીયાપરા એરપોર્ટ દીવાલપાસે તા.જી.રાજકોટ), નરેન્દ્રભાઇ ગોકળભાઇ અંબાલીયા(ઉ.વ.૫૫ ધંધો નિવૃત રહે.વાંકાનેર મિલપ્લોટ નવજીવન સોસાયટી તા.વાંકાનેર જી.મોરબી),પાર્થભાઈ મુકુંદભાઈ રાવલ ( ઉ.વ.૩૬ ધંધો ડ્રાઇવીંગ રહે.રાજકોટ એરપોર્ટરોડ ગીતગુજરી સોસાયટી શેરી નં-૮-બી નિલકંઠ મહાદેવવાળી બંધ શેરી તા.જી.રાજકોટ), આદમભાઇ ઉસ્માનભાઈ કટીયા( ઉવ.૫૦ ધંધો-વેપાર રહે.વાંકાનેર નવાપરા પંચાસરરોડ તા.વાંકાનેર જી.મોરબી), રણજીતભાઇ ભાવસીંગભાઈ જરીયા(ઉવ.૩૪ ધંધો-મજુરી રહે.રાજકોટ વિજયપ્લોટ-૧૨ લોધાવાડચોક તા.જી.રાજકોટ),કેતનભાઇ છગનભાઈ ગાંગડીયા(ઉવ.૩૨ ધંધો-મજુરી રહે.વાંકાનેર નવાપરા ધર્મનગર સોસાયટી તા.વાંકાનેર જી.મોરબી),મહેશભાઇ છગનભાઈ ગમારા( ઉવ.૨૭ ધંધો-મજુરી રહે.રાજકોટ ભોમેશ્ર્વર મેઈન રોડ ભોમેશ્ર્વર ફાટક સામે ગોકુલીયાપરા તા..જી.રાજકોટ) વાળાને રૂ.૧૫,૭૦૦/- રોકડ રકમ સાહિતન મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.