SMC પોલીસ મથકમાં સૌ પ્રથમ દાખલ થયેલ ગુજસીટોક ના ગુનામાં મુખ્ય આરોપી આશિષ ઉર્ફે આસી રમેશચંદ્ર અગ્રવાલ અને વિનોદ ઉર્ફે વિજય મુરલીધર સિંધી ઉદવાણી તેમજ ટોળકી અન્ય ૮ સહિત ૧૦ આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો. જેના મુખ્ય આરોપી આશિષ ઉર્ફે આસુ રમેશચંદ્ર, આનંદપાલ ઉર્ફે દીક્ષા સમુંદરસિંહ દેવડા અને અશોક રૂપરામ પ્રજાપતિની અટકાયત કરી ત્રણેય આરોપીને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરતા સાત દિવસમાં તા. ૨૧/૦૨/૨૦૨૫ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, રાજ્યના સમગ્ર વિસ્તાર માટે સ્ટેટ મોનીટરીંગ સેલને પોલીસ સ્ટેશનનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે ગત ૩૧/૦૧/૨૦૨૫ ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટેશન ખાતે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તેમજ અમદાવાદ જિલ્લામાં ગુન્હા આચરતી ટોળકી આશિષ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલ, વિનોદ ઉર્ફે વિજય મુરલીધર સિંધી ઉદવાણી તથા તેમની ટોળકી સહિત કુલ ૧૦ ગેંગ ના સભ્યો સામે ધી ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (G.C.T.O.C.) એકટ ૨૦૧૫ની કલમ ૩(૧)ની પેટા (૨) તથા કલમ ૩(૨), કલમ ૩(૪) તથા કલમ ૩(૫) મુજબનો ગુન્હો દાખલ કરાયો હતો. ત્યારે આરોપી જયેશ મનસુખભાઇ પ્રજાપતિ રહે. પાટણ તા.૩૧/૦૧/૨૦૨૫ના ૦૮:૩૦ વાગે પકડી અટક કરી દિન-૦૬ ના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજૂર થયા હતા. જ્યારે આરોપી કનુજી વિહાજી ઠાકોર, રહે.મહેસાણાને તા.૦૨/૦૨/૨૦૨૫ના ૦૫:૩૦ વાગે પકડી અટક કરી, દિન-૦૫ ના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જે બન્ને આરોપીઓ હાલ જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ છે. ત્યારે સંગઠિત ગુના આચરતી ટોળકીનો મુખ્ય સુત્રધાર આશીષ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલ, રહે.આબુરોડ, રાજસ્થાનને ટ્રાન્સફર વોરંટ આધારે મેળવી ઉપરોક્ત ગુનામાં તા.૧૪/૦૨/૨૦૨૫ના ૦૬:૧૫ વાગે જ્યારે આરોપી આનંદપાલસિંહ ઉર્ફે દિક્ષા સમુન્દરસિંહ દેવડા, રહે.શિરોહી, રાજસ્થાન જે રાજસ્થાન રાજ્યના જાલોર જિલ્લાના વાદનવાડી ગામે હોવાની તેમજ આરોપી અશોક રૂપરામ પ્રજાપતિ, રહે.અલવર, રાજસ્થાનનો અડાલજ ત્રિ-મંદિર ખાતે હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલને ટેક્નીકલ અને હ્યુમન સોર્સથી મળેલ માહિતી આધારે પોલીસ ઇન્સ્પેકટર આર.જી.ખાંટ સ્ટેટ મોનીટરીંગ સેલ અને તેમની ટીમ સાથે મોકલી આપ્યા હતા. ત્યારે બન્ને આરોપીઓની વોચ-તપાસ કરી, માહિતી મેળવી, બન્ને આરોપીઓને હસ્તગત કરી સ્ટેટ મોનીટરીંગ સેલ કચેરી ખાતે લાવતા તેમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી કરતા SMC પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુસીટોક ગુનાના આરોપી આશિષ ઉર્ફે આંસુ અગ્રવાલ, આનંદપાલસિંહ ઉર્ફે દીક્ષા અને અશોક રૂપારામ પ્રજાપતિ એમ ત્રણેય આરોપીઓને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ માગતા ત્રણેય આરોપીના સાત દિવસના તા. 21/2/2025 સુધીના નામદાર કોર્ટે પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.