મોરબીમાં જિલ્લામાં જુગાર રમતા શકુનિઓનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ રોજ જુગાર રમતા ઈસમો પકડાવવાના કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે વાંકાનેર સિટી સ્ટેશનરોડ પાસે ખુલ્લા પટ્ટમા જુગાર રમતા ૭ જુગારીઓને વાંકાનેર સીટી પોલીસની ટીમે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વાંકાનેર સિટી સ્ટેશન રોડ પાસે ખુલ્લા પટ્ટમા અમુક ઈસમો ગોળ કુંડાળું વળી ગંજીપતાના પાનાવતી તીન પતીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જુગાર રમતા કાસમભાઇ સલીમભાઇ બસેર (રહે.વાંકાનેર સિટી સ્ટેશન રોડ જી.મોરબી) જુમાભાઇ સલેમાનભાઇ ભટ્ટી (રહે. વાંકાનેર સિટી સ્ટેશન રોડ જી.મોરબી), અસલમભાઇ સેરમામદભાઇ બ્લોચ (રહે.વાંકાનેર વાંકાનેર પચ્ચિસ વારીયા જી.મોરબી), સલીમભાઇ દાઉદભાઇ ઘાંચી (રહે. વાંકાનેર સિટી સ્ટેશન રોડ જી.મોરબી), અલિઅસગરભાઇ ઓસ્માનભાઇ શેખ (રહે. વાંકાનેર સિટી સ્ટેશન રોડ જી.મોરબી), ફકિરમામદભાઇ ઉમરભાઇ રફાઇ (રહે. વાંકાનેર સિટી સ્ટેશન રોડ જી.મોરબી) તથા ઇકબાલભાઇ ઇસ્માઇલભાઇ શેખ (રહે. વાંકાનેર સિટી સ્ટેશન રોડ જી.મોરબી) નામના ઈસમોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૧૨,૩૩૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.