હળવદ તાલુકાના રણમલપુર ગામે પોલીસ દ્વારા પૂર્વ બાતમીને આધારે દરોડો પાડતા જ્યાં તીનપત્તિનો જુગાર રમતા પ્રભુભાઇ ભગવાનભાઇ વિરાણી ઉવ.૬૫, વિજયભાઈ ચંદુભાઈ વેકરીયા ઉવ.૨૫, સુરેશભાઇ રણછોડભાઇ કુડેચા ઉવ.૨૭, ગણપતભાઈ પ્રભુભાઈ નગવાડીયા ઉવ.૫૭, વિપુલભાઇ ત્રિભોવનભાઈ પારેજીયા ઉવ.૪૦, નાગરભાઈ જાદુભાઈ વિરાણી ઉવ.૪૦ અને દેવકરણભાઇ મનજીભાઇ વરમોરા ઉવ.૬૪ તમામ રહે. રણમલપુર તા. હળવદ વાળાને રોકડા રૂ.૨૫,૩૫૦/-સાથે પકડી લેવામાં આવ્યા હતા, આ સાથે હળવદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે