મોરબીમાં જિલ્લામાં જુગાર રમતા લોકોનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ રોજ જુગાર રમતા ઈસમો પકડાવવાના કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે વાંકાનેર સીટી પોલીસે શક્તિપરા ચર્ચની પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ૭ જુગારીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસની ટિમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વાંકાનેર શક્તિપરા ચર્ચની પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક ઈસમો ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતિનો રોન પોલીસનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જુગાર રમતા રહિમભાઇ એહમદભાઇ ચાવડા (રહે-વાંકાનેર શક્તિપરા ચર્ચની બાજુમાં.વાંકાનેર જી.મોરબી), રજેશભાઇ રમેશભાઇ સાગઠીયા (રહે- શક્તિપરા ચર્ચની બાજુમાં.વાંકાનેર જી.મોરબી), ભરતભાઇ જગદીશભાઇ ડાભી (રહે- શક્તિપરા કાલીકામાતા ના મંદીરની બાજુમાં વાંકાનેર જી.મોરબી), રાજકુમાર જગદીશભાઇ ડાભી (રહે- શક્તિપરા કાલીકામાતા ના મંદીરની બાજુમાં વાંકાનેર જી.મોરબી), દેવદીપભાઇ જગદીશભાઇ ડાભી (રહે- શક્તિપરા કાલીકામાતા ના મંદીરની બાજુમાં વાંકાનેર જી.મોરબી), દેવજીભાઇ વાઘજીભાઇ મકવાણા (રહે-શક્તિપરા ચર્ચની બાજુમાં.વાંકાનેર જી.મોરબી) તથા રવિભાઇ મોહનભાઇ સુરેલા (રહે- શક્તિપરા પાવર હાઉસની બાજુમાં વાંકાનેર જી.મોરબી) નામના ઈસમોને પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂપીયા ૧૦,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.