Sunday, January 12, 2025
HomeGujaratમોરબી શહેરમાં બે સ્થળોએથી જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાયા

મોરબી શહેરમાં બે સ્થળોએથી જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાયા

મોરબીમાં જુગારીઓની હોડજામી હોય તેવું લાગી રહ્યું છે.મોરબી જિલ્લા પોલીસ દ્વારા એક બાદ એક રેઈડ કરી જુગારીઓને પકડવામાં આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે વધુ ૭ જુગારીઓ ઝડપાયા હતા. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બે સ્થળોએ રેઇડ કરી કુલ રૂ.૨૦૦૦થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમને બાતમી મળી હતી કે, મોરબી વીસીપરા રોહીદાસપરા રોડ ચાર ગોદામ પાછળ અમુક ઈસમો જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીસનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જુગાર રમતા  મહેશ ઉર્ફે કલુ હેમુભાઇ ગણેશીયા (રહે.વીસીપરા રોહીદાસપરા રોડ ચાર ગોદામ પાછળ મોરબી), કાનાભાઇ રામજીભાઇ મણદરીયા (રહે.વીસીપરા રોહીદાસપરા રોડ ચાર ગોદામ પાછળ મોરબી) અને છગનભાઇ મોતીભાઇ પરેશા (રહે.વીસીપરા રોહીદાસપરા રોડ ચાર ગોદામ પાછળ મોરબી) નામના શખ્સોને રોકડા રૂપીયા-૭૧૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે વીસીપરા મેઇન રોડ અન્ના સાગર મુરઘી વાળાની પાછળની ગલીમાં રેઇડ કરી જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીસનો જુગાર રમતા અબ્દુલભાઇ રહીમભાઇ ભટ્ટી (રહે.વીસીપરા સરકારી વાડી વિસ્તાર હુશેન ભટ્ટીના ઘર સામે મોરબી), રેખાબેન દેવશીભાઇ સુરેલા (રહે.વીસીપરા મેઇન રોડ અન્ના સાગર મુરઘી વાળાની પાછળ ની ગલીમાં સલીમભાઇ માળીયા (મીં) ના મકાનમાં મોરબી), મદીના ઉર્ફે સલમાબેન ફકીરમામદ ઉંમરભાઇ શાહમદાર (રહે.વીસીપરા સનરાજ પાર્ક બાગેમહેબુબ પાછળ મોરબી મુળ રહે.વાંકાનેર સીટી સ્ટેશન રોડ અમરસિંહજી હાઇસ્કુલ પાસે) તથા રશીદાબેન સીરાજ ઉર્ફે રફીકભાઇ અબ્દુલભાઇ શાહમદાર (રહે.વીસીપરા રમેશ કોટન મીલમાં પ્લાની કોથળીના કારખાના પાસે સુભાન ભટ્ટીના મકાનમાં મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂપીયા-૧૫૦૦/-નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!