Monday, December 23, 2024
HomeGujaratહળવદ ના રણમલપુર ગામની સીમ માંથી જુગાર રમતા સાત ઈસમો ૩.૬૬ લાખના...

હળવદ ના રણમલપુર ગામની સીમ માંથી જુગાર રમતા સાત ઈસમો ૩.૬૬ લાખના મુદામલ સાથે પકડાયા

મોરબી એસપી રાહુલ ત્રીપાઠી દ્વારા દારૂ જુગાર પર તવાઈ બોલાવવા આપેલી સુચનાઓને ધ્યાનમાં લઈને હળવદ ઈન્ચાર્જ પીઆઇ જે.એમ.આલની ટીમે હળવદ રણમલપુર ગામના વતની આરોપી દીલીપભાઇ કરસનભાઇ વાંમજા જાતે.પટેલ ઉ.વ.૩૨ની વાડીએ બાતમીના આધારે દરોડો પાડતા સાત ઈસમો રોકડ સાથે ઝડપાયા હતા જેમાં જુગારનો અખાડો ચલાવનાર વાડી માલીક તથા જુગાર રમનાર ઈસમોને કુલ રોકડા રૂપીયા ૧,૬૬૦૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂપીયા. ૩,૩૬૦૦૦/- સાથે પકડી પાડી જુગાર ધારા ૪,૫ મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે હળવદ પોલીસે આ જુગારના દરોડામાં વાડી મલિક દીલીપભાઇ કરસનભાઇ વાંમજા જાતે.પટેલ ઉ.વ.૩૨ રહે.રણમલપુર તા.હળવદ જી.મોરબી, હરેશભાઇ દલીચંદભાઇ લોરીયા જાતે.પટેલ ઉ.વ.૩૭ ધંધો.ખેતી રહે.હળવદ વસંતપાર્ક તા.હળવદ, પ્રકાશભાઇ ગોરધનભાઇ કણઝરીયા જાતે.દલવાડી ઉ.વ.૩૩ ધંધો.ખેતી રહે.વેગડવાવ તા.હળવદ જી.મોરબી ,હરેશભાઇ ખીમજીભાઇ ચાડમીયા જાતે.પટેલ ઉ.વ.૪ર ધંધો.ખેતી રહે.હળવદ આનંદપાર્ક તા.હળવદ, ચિંતનભાઇ નટવારભાઇ સુરાણી ગજતે જાતે.પટેલ ઉ.વ.૩૪ ધંધો.ખેતી રહે.દુદાપુર તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર ,દિનેશભાઇ ઠાકરસીભાઇ આજોલીયા જાતે.પટેલ ઉ.વ.પર ધંધો ખેતી રહે.વઢવાણ ૮૦ ફુટ રોડ તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર, મનસુખભાઇ શામજીભાઇ વરમોરા જાતે પટેલ ઉ.વ.૪૯ ધંધો ખેતી રહે.રણમલપુર તા.હળવદ જી.મોરબી વાળાની ધરપકડ કરી જુગાર નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં હળવદ ઈન્ચાર્જ પીઆઇ જે એમ આલ ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આર.બી.ટાપરીયા સહિતના હળવદ પોલીસમથકના ડિસ્ટાફ ના માણસો જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!