Saturday, January 11, 2025
HomeGujaratમોરબીમાંથી યુવકનું અપહરણ કરી જનાર સાત ઈસમો ઝડપાયા:વાડીમાં દોરડા વડે બંધાયેલ હાલતમાં...

મોરબીમાંથી યુવકનું અપહરણ કરી જનાર સાત ઈસમો ઝડપાયા:વાડીમાં દોરડા વડે બંધાયેલ હાલતમાં યુવકને હેમખેમ છોડાવાયો

મોરબી જીલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી પોલીસ દ્વારા અપહરણ થયેલ ઇસમને વાડીમાં દોરડા વડે બંધાયેલ હાલતમાંથી ગણતરીની કલાકોમા છોડાવી સાત ઈસમોને પકડી પાડી અન્ય આરોપીઓને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઇકાલ તા.૬/૧૨/૨૦૨૩ ના રોજ વર્ષોબેન હરેશભાઈ કરમટા (રહે.હાલ મોરબી રવાપર ગામ ઉમીયા સોસાયટી રમેશભાઇ બોરીચાના મકાનમાં ભાડેથી મુળ રાજકોટ) જેઓ મૈત્રી કરાર કરી બે માસથી રમેશભાઈ ખોડાભાઈ નાગહ (રહે.મોરબી રવાપર ગામ) સાથે રહેતા હોય જેથી ફરીયાદીના પતિ હરેશભાઇ હામાભાઈ કરમટા તેમજ તેમના સસરા હામાભાઇ પાંચાભાઈ કરમટા તથા દિયર માત્રા હામાભાઇ કરમટા (રહે.બધા રાજકોટ)એ ફરીયાદી વર્ષોબેન હરેશભાઈ કરમટાના ઘરે આવી મૈત્રી કરારમાં રહેતા તે ઇસમ રમેશભાઇ ખોડાભાઇ નાગહ ને ઇકો ગાડીમાં જબરજસ્તી થી બેસાડી અપહરણ કરી લઇ ગયેલાની જાણ કરતા મોરબી જીલ્લામા નાકાબંધી કરી તેમજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ તથા એલ.સી.બી /એસ.ઓ.જી અધિકારી /સ્ટાફ નાઓએ તાત્કાલીક હયમુન સોર્સીસ તથા બનાવસ્થળ નજીક સી.સી.ટી.વી તેમજ ટેકનીકલ સેલ આધારે અપહરણ થયેલ ઇસમની શોધખોળ કરતા હોય તે દરમ્યાન ચોકકસ હકિકત મળેલ કે અપહરણ કરેલ ઇસમને રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના ભડલી ગામની સીમમા ભુપતભાઇ ધુધાભાઇ આલ (રહે,ભડલી તા.જસદણ)ની વાડીએ દોરડા વડે બાંધી રાખેલ હોય જેથી અલગ અલગ પોલીસ ની ટીમો બનાવી વાડીએથી અપહરણ કરેલ ઇસમને અપહરણ કર્તાઓની ચુગાલમાથી છોડાવેલ હતો અને હામાભાઇ પાંચાભાઇ કરમટા, ભુપતભાઇ ધુધાભાઇ આલ, લાલજીભાઇ વેરશીભાઇ ખાંભલા, ભરતભાઇ જીવણભાઇ કરોતરા, શકિતસિંહ મહોબતસિંહ વાળા, સંજયભાઇ રાયાભાઇ મીઠાપરા તથા અશોકભાઇ ગોરધનભાઈ ધરજીયાને રાઉન્ડ અપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ફરાર હરેશભાઇ હામાભાઇ કરમટા, માત્રાભાઇ હામાભાઇ કરમટા તથા તપાસમા ખુલ્લે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!