Sunday, January 19, 2025
HomeGujaratમોરબીની બિલિયા પ્રા.શાળામાં દાતાઓ દ્વારા સાત એલ.સી.ડી. અર્પણ

મોરબીની બિલિયા પ્રા.શાળામાં દાતાઓ દ્વારા સાત એલ.સી.ડી. અર્પણ

મોરબી : એક સમય હતો કે લોકો માત્ર મંદિરોમાં જ દાન-ભેટ આપતા પણ હવે લોકોની માન્યતા બદલાઈ છે લોકો શાળાને વિદ્યા મંદિર માનવા લાગ્યા છે ત્યારે મોરબીની બિલિયા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે, દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા ગમત સાથે જ્ઞાન મેળવી શકે એ માટે ફાઈન સ્ક્રીન આર્ટ, રેવબેન મગનભાઈ પેથાપરાનાં હસ્તે, કાંતિભાઈ મગનભાઈ પેથાપરા સરપંચ, ગોવિંદભાઇ મગનભાઈ સાંણદિયા, વાસુદેવભાઈ ભગવાનજીભાઈ ગામી, ચતુરભાઈ હરજીભાઈ કાવર, રમેશભાઈ રાધવજીભાઈ સાંણદિયા, રોહિતભાઈ નરભેરામભાઈ કાવર વગેરે સ્વ.નિકુંજભાઈની પુણ્યતિથિ નિમિત્તે અંદાજીત એક લાખની કિંમતના સાત એલ.સી.ડી. શાળાના દરેક ધોરણના વર્ગમાં શિક્ષકવાઈઝ અર્પણ કરેલ છે આથી સમગ્ર શાળા પરિવાર દ્વારા તમામ દાતાઓને સન્માન પત્રો અર્પણ કરી સન્માનિત કરાયા હતા. ગામમાં કોરોના કાળ દરમ્યાન જેમને દિવસ રાત જોયા વગર દર્દીઓની સેવા સુસુશ્રા કરી હતી એવા કરશનભાઇ સાંણદિયા, કાંતાબેન પેથાપરા આંગણવાડી વર્કર, ગૌરીબેન ધરમશીભાઇ મીનાબેન જગોદરા પેટા આરોગ્ય કેન્દ્ર બિલિયા, દિવ્યેશભાઈ સોઢીયા પી.એચ.સી.બિલિયા, દક્ષાબેન રામાભાઈ કેનવા, ડો.હિરેનભાઈ વાંસદડીયા મેડિકલ ઓફિસર વગેરે કોરોના વોરિયર્સનું સન્માન તેમજ તમામ શિક્ષકોનું સન્માન સરપંચ તેમજ ગામના આગેવાનો દ્વારા કર્યું હતું અને તમામ દાતાઓનું સન્માન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમગ્ર શાળા પરિવાર સહિત આચાર્ય કિરણભાઈ વી.કાચરોલા અને મંત્રી શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ દાતાઓનો આભાર પ્રકટ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!