Friday, December 27, 2024
HomeGujaratવાંકાનેરના ખાંભાળામાં પીઆઇ પર હુમલો કરનાર વધુ સાત આરોપીઓ ઝડપાયા: 12 જેલ...

વાંકાનેરના ખાંભાળામાં પીઆઇ પર હુમલો કરનાર વધુ સાત આરોપીઓ ઝડપાયા: 12 જેલ હવાલે, 21 શખ્સો ને પકડવા પોલીસે કવાયત હાથ ધરી

વાંકાનેર તાલુકાના ખાંભાળા ગામે થોડા સમય અગાઉ તપાસમાં ગયેલા પી.આઈ કાંઈ સમજે તે પહેલાં જ ટોળા દ્વારા પીઆઇ પર હુમલો કરવામાં આવ્યો હતો આ પ્રકરણ અંગે ભોગ બનનાર પી.આઈ સરવૈયાએ મહિલાઓ સહિત કુલ 33 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટનાની ગંભીરતા સમજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ડહોળનાર આરોપીઓને ઝડપી લેવા તપાસનો ધમઘમાટ આદરી પાંચ આરોપીઓને અગાઉ અને ગઈકાલે વધુ સાત હુમલાખોરોને ઝડપી લીધા હતા.ગત તા. 25/10/2021 ના રોજ વાંકાનેર તાલુકાના ખાંભાળા ગામમાં પવનચક્કી ઉભી કરવા બાબતે માથાકૂટ થતા આ અંગે પોલીસને અરજી કરાઈ હતી જે અરજીને પગલે ઘટનાસ્થળે તપાસ અર્થે વાંકાનેર સીટી પોલીસના પી.આઈ સરવૈયા ગયા હતા. જ્યા વાત વણસી જતા પી.આઈ પર મહિલાઓ સહિતના 33 લોકોએ હુમલો કર્યો હતો જેને લઈને પી.આઈ. સરવૈયાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. આ બનાવને પગલે પી.આઈ બી.જી સરવૈયા દ્વારા મહિલાઓ સહીત 33 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાંથી ગત તા. 28/10/2021 ના રોજ જાલા માધા ગમારા નામના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો અને ગત તા. 07/11/2021 ના રોજ ચાર આરોપીઓ બાલા કાળા, માંધા ભારા, વરવા પાંચા તથા પાંચા મુરાને પોલીસે પકડી લીધા હતા.જયારે ગઈકાલે તા. 08/11/2021 ના રોજ વધુ સાત આરોપીઓ ભુપતભાઈ ભલાભાઈ કાટોડીયા, છેલાભાઈ ધારાભાઈ કાટોડીયા, રાજભાઈ ધારાભાઈ કાટોડીયા, બાબુભાઈ ભલાભાઈ કાટોડીયા, છેલાભાઈ મુરાભાઈ લામકા, ધનજીભાઈ ઉર્ફે ધનાભાઈ થોભણભાઈ ગમારા અને નાનુભાઈ થોભણભાઈ ગમારાને ઝડપી લીધા બાદ હાલ 12 હુમલાખોરોને જેલ હવાલે કરાયા છે જ્યારે મહિલા સહિતના આરોપીઓને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ બી.પી. સોનારા દ્વારા ચલાવવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!