Wednesday, January 8, 2025
HomeGujaratમોરબી અને વાંકાનેરમાં જુગારના દરોડામાં સાત પકડાયા:ત્રણ નાસી ગયા

મોરબી અને વાંકાનેરમાં જુગારના દરોડામાં સાત પકડાયા:ત્રણ નાસી ગયા

મોરબી પોલીસના અલગ અલગ બે દરોડામાં મોરબીના લાયન્સનગર તેમજ વાંકાનેરના જીનપરા સાતનાલા નજીકથી તીનપત્તીનો જુગાર રમતા કુલ ૭ ઇસમોને પકડી લેવામાં આવ્યા છે. જ્યારે ૩ ઈસમો પોલીસને જોઈ નાસી ભાગી ગયા હતા. ત્યારે પોલીસે કુલ ૧૦ જુગારી સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ જુગારની રેઇડની પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના શનાળા બાયપાસ રોડ પાસે આવેલ લાયન્સનગર શેરી નં.૫ માં તીનપત્તીનો જુગાર રમતા સંજયભાઇ નરસિંહભાઇ આંબડીયા ઉવ.૨૯ રહે. શકત શનાળા શેરી નં.૨, વિનુભાઇ વલકુભાઇ સોલંકી ઉવ.૪૬ રહે.મોરબી શનાળા બાયપાસ ગોકુલનગર, કમલેશભાઇ નરસિંહભાઇ આંબડીયા ઉવ.૨૫ ધંધો-મજુરી રહે.શકત શનાળા શેરી નં.૨, કિરણભાઇ નરસિંહભાઇ આંબડીયા ઉવ.૩૨ રહે.શકત શનાળા શેરી નં.૨ તથા સંજયભાઇ વિરૂભાઇ સોલંકી ઉવ.૩૦ રહે. શકત શનાળા શેરી નં.૨ને રોકડા ૧,૫૫૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા છે.

જ્યારે બીજા દરોડામાં વાંકાનેરના જીનપરા વિસ્તારમાં સાતનાલા નજીક અમુક શખ્સો જાહેરમાં પૈસાની લેતી દેતી કરી તીનપત્તીનો જુગાર રમી રહેલા કુલ પાંચ પૈકી બે શખ્સો સમીરભાઇ ઉર્ફે સમલો ઇકબાલભાઇ મેમણ ઉવ.૩૪ રહે.વાંકાનેર જીનપરા જકાતનાકા, (૨)અનીલભાઇ ધીરૂભાઇ વીઝવાડીયા ઉવ.૩૫ રહે.વાંકાનેર જીનપરા જકાતનાકાને ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે ત્રણ આરોપી૧-વીપુલભાઇ કાળુભાઇ કોળી રહે.જીનપરા વાંકાનેર વાળો તાથ નં-(૪)રફીકભાઇ જુમાભાઇ કુરેશી રહે.જીનપરા વાંકાનેર, સલીમ રસુલભાઇ બાવરા રહે.વાંકીયા તા.વાંકાનેરવાળા પોલીસને આવતી જોઈ ભાગી છટયા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા ૨,૧૩૦/- તથા એક વિવો કંપનીનો એક મોબાઇલ કિ.રૂ.૪,૦૦૦/- સહિત ૬,૧૩૦/-નો મુદ્દામાલ જપ્ત કરી પાંચેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!