હળવદનાં જુના ઇશનપુર ગામે શાકભાજી લેવા ગયેલ એક યુવકને શાકભાજી લેવા તારે આવવાનુ નહી અને તારા ઘરે જ તારે શાકભાજી લેવાની તેમ કહી એક ઈસમે તેના સાથીઓ સાથે મળી યુવકને ઢોર માર માર્યો હતો. જેને લઈ હળવદ પોલીસ સ્ટેશનમાં સાતેય વિરુધ્ધ નોંધાયો છે.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, ગત 29 ઓગસ્ટે ગીરીશ નાગરભાઈ પરમાર જુના ઇશનપુર ગામેં લાલાભાઇના પાનના ગલ્લાની નજીક શાકભાજી લેવા ગયા હતા. ત્યારે મનસુખ જેરામભાઈ કોળીએ આવી યુવકને ધમકાવ્યો હતો અને કહ્યું હતું કે, શાકભાજી લેવા તારે આવવાનુ નહી અને તારા ઘરે જ તારે શાકભાજી લેવાની. જેના જવાબમાં યુવકે કહ્યું હતું કે, આ ગામનો રોડ છે અને મને મન થાય તે રીતે શાકભાજી લેવા આવીશ. જે આરોપીને ગમ્યું ન હતું અને તેનો મનદુઃખ રાખી 30 ઓગસ્ટે મનસુખે ગીરીશને રોકી કહ્યું હતું કે, કાલે ઢેઢા તુ શું હોશીયારી કરતો હતો તને વધારે હવા છે ? તુ અહી જ ઉભો રહેજે. તેમ કહી જાહેરમાં જાતી પ્રત્યે આપમાનીત ગાળો આપી અને પાસમાં પોતાના ઘરે જઈ લોખંડનો પાઈપ લઈ આવી ફરીને માર માર્યો હતો. તેમજ તેના સાથીઓ વિપુલ મનસુખભાઇ કોળી, જેરામ છગનભાઈ કોળી, મનસુખભાઇના પત્ની, જેરામભાઇના પત્ની, રાધાબેન મનસુખભાઇ કોળી, મયુરીબેનમનસુખભાઇ કોળીએ આવી યુવકને ઢોર માર માર્યો હતો. જેને કારણે તેને ડાબા પગે ફેક્ચર આવ્યું હતું. જેને લઈ યુવકે હળવદ પોલીસ સ્ટેશનમાં સાતેય વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે ઇ.પી.કો. કલમ-૩૨૩,૩૨૫,૧૧૪ તથા જી.પી.એકટ-૧૩૫ તથા એટ્રોસીટી અધિનિયમ સને-૨૦૧૫ ના સુધારાની કલમ ૩(૧)(આર) (એસ), ૩(૨) (૫-એ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.