સુસવાવ ગામની સિમમાં આરોપીની વાડીમાં જુગાર રમતા કુલ ૭ આરોપીને રોકડ રકમ રૂા.૭,૦૯,૧૩૦/- સાથે હળવદ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસને મળેલ બાતમીના આધારે રેઇડ કરી હતી જે રેઇડ દરમિયાન જુગાર રમતા સાત આરોપીઓ મળી આવતા તેમને પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવી હતી. તેમજ પોલીસે એક વોન્ટેડ આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટ રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર વિભાગ એસ.એચ.સારડા, નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ પી.એ.ઝાલા દ્વારા પ્રોહીબિશન જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસની રાહબરી હેઠળ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલાને બાતમી મળી કે આરોપી અરવિંદભાઇ ભગવાનજીભાઇ પટેલ વાળાની સુસવાવ ગામની બોડલી સીમમાં આવેલ વાડીની ઓરડીમાં સુરેશભાઇ જયંતિભાઇ પટેલ, હસમુખભાઇ વલમજીભાઇ પટેલ, જગમાલભાઇ રેવાભાઇ ભરવાડ, અશ્વીનભાઈ રામજીભાઈ મોરડીયા, જગદિશભાઇ ફુલજીભાઇ પટેલ, સતિષભાઈ ધનજીભાઈ પટેલ અને મહેશભાઇ રણછોડભાઇ પટેલ રોકડ રકમ રૂા.૭,૦૯,૧૩૦/- પકડી પાડયા છે. તેમજ વોન્ટેડ આરોપી અરવિંદભાઇ ભગવાનજીભાઇ પટેલને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે…
જેમાં આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પોલીસ સ્ટેશન, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ હનાભાઇ બાવળીયા, વિપુલભાઇ સુરેશભાઈ ભદ્રાડીયા, પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા, રણજીતસિંહ અરજણભાઇ રાઠોડ, મનોજભાઇ ગોપાલભાઈ પટેલ, વિગેરે સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.