રાજકોટ રેન્જ આઇ.જી રાહુલ ત્રિપાઠીએ પ્રોહિબિશન જુગારની બદીને અટકાવવા સુચના કરેલ હોય જે અન્વયે ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસ દ્વારા હળવદ તાલુકાના દીઘડીયા ગામે રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર,હળવદ પી.આઇ. કે.એમ.છાસીયાએ સર્વેલન્સ સ્ટાફની ટીમને મળેલ ખાનગી બાતમીના આધારે જુગાર અંગે રેઇડ કરવા સુચના કરતા હળવદ તાલુકાના દીઘડીયા ગામના પાદરમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા જીવાભાઈ ગેલાભાઈ મોલાડીયા (રહે. દૌધડીયા તા.હળવદ જી.મોરબી), ભીમાભાઈ બાબુભાઈ કાંજીયા (રહે દીઘડીયા તા.હળવદ જી.મોરબી), દિનેશભાઇ બાદરભાઇ મોલાડીયા (રહે. દીઘડીયા તા.હળવદ જી.મોરબી), અરવિંદભાઈ નાગરભાઇ નંદેસરીયા (રહે દીઘડીયા તા.હળવદ જી.મોરબી), સુરેશભાઇ વેરશીભાઇ નંદેસરીયા (રહેદીઘડીયા તા.હળવદ જી.મોરબી), વિનાભાઈ સજાભાઇ કાંજીયા (રહે. દીઘડીયા તા.હળવદ જી.મોરબી) તથા અનીલભાઈ વરસીંગભાઇ દલસાણીયા (રહે દીઘડીયા તા.હળવદ જી.મોરબી) નામના ઇસમો પર રેઇડ કરતા તમામ ઇસમોને કુલ રૂ.૧૧,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.