માળીયા મિયાણાના જુના ઘાંટીલા ગામે ઉગમણા ઝાપા પાસે દુધ મંડળીની બાજુમા રહેતા રાઘવજીભાઈ હરજીભાઈ વિડજા પોતાના મકાનમાં તીનપત્તીનો જુગાર રમી – રમાડતા હોય તેવા સાત ઈસમોને રોકડ રૂ. ૪૬,૭૫૦ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબિશન જુગારની બદી સદંતર નાબુદ કરવા સૂચના આપવામાં આવતા નાયબ પોલીસ અધીક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોને કામગીરી કરવા સુચના આપવામાં આવતા માળીયા મિયાણાના જુના ઘાંટીલા ગામે ઉગમણા ઝાપા પાસે દુધ મંડળીની બાજુમા રહેતા રાઘવજીભાઈ હરજીભાઈ વિડજા રહે. જુના ઘાંટીલ ગામ વાળાના પોતાનાના મકાનમાં તીનપત્તીનો જુગાર રમી-રમાડતા હોય તેવા સાત ઈશમોને પકડી પાડી જુગાર ધારા કલમ-૪,૫ મુજબ જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢ્યો છે. જેમાં રાઘવજીભાઈ હરજીભાઈ વિડજા, જયેશભાઈ જીવરાજભાઈ વિડજા, દિનેશભાઈ પોલજીભાઈ જશાપરા, નરેન્દ્રભાઈ નાથાભાઈ વિડજા, વિજયભાઈ બચુભાઈ જાકાસણીયા, મહેશભાઈ મગનભાઈ વિડજા અને તળશીભાઈ સવજીભાઈ ગઢીયાને રોકડા કુલ ૪૬, ૭૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે…
જેમાં માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.સી.ગોહીલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ સોલંકી, વાસુદેવભાઈ કોરડીયા, મુમાભાઈ કલોત્રા, ભરતભાઈ ચરમટા તેમજ રાયમલભાઈ શિયાર દ્વારા કામગીરી કરવામાં આવી હતી.