મોરબી શહેર પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ સ્થળોએ જુગારના દરોડામાં કુલ સાત જુગારીને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે દરોડા દરમિયાનની નસભાગમાં એક જુગારી ભાગી છૂટ્યો હતી, હાલ એ ડિવિઝને પાડેલ ત્રણ દરોડામાં કુલ ૮ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દારોડામાં શહેરના ગાંધીચોકમાં જાહેરમાં ચલણી નોટના નંબર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા હુસેનભાઇ મહમદભાઇ મુસાભાઇ ભટ્ટી ઉવ.૨૫ રહે.મોરબી વીસીપરા ફુલછાબ શેરી નં.૦૪, સુલતાનભાઇ દીલાવરભાઇ દાઉદભાઇ મોવર ઉવ.૨૨ રહે.મોરબી જોન્સનગર તથા આશીફભાઇ યુસુફભાઇ આદમભાઇ કચ્છી ઉવ.૨૧ રહે.મોરબી મેમણ કોલોની કોહીનુર શેરીની બાજુ એમ ત્રણ જુગારીને રોકડા રૂ.૭,૬૯૦ સાથે પકડી લેવામાં આવ્યા હતા, જ્યારે બીજા દરોડામાં મોરબી શનાળા રોડ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી વિભાગમાં જાહેરમાં તીનપત્તીના જુગારની મહેફિલ માંડી બેઠેલા નરોતમભાઇ રિશાલસિંગ દાતારામ રાજપુત ઉવ.૨૪ તથા વિવેકભાઇ રાજેન્દ્રભાઇ જયપાલભાઇ કશ્યપ ઉવ.૨૦ બન્ને રહે. હાલ મોરબી માર્કેટીંગ યાર્ડ દુકાન નંબર-૧૮ મુળ રહે.ન્યોલી તા.સાબર જી.કાચગંજી રાજ્ય-યુ.પી. વાળાને રોકડા રૂ.૪,૬૦૦/- રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત જુગારના ત્રીજા દરોડામાં શહેરની રેલ્વે કોલોનીમાં પટ્ટમાં જાહેરમાં અમુક ઈસમો દ્વારા ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળે દરોડો પાડીને જુગારની મજા માણતા ગોપાલભાઇ બાબુભાઇ થોભણભાઇ રાવા ઉવ.૨૭ રહે.મોરબી વિજયનગર રાધા-કિષ્ના સોસાયટી મંદીર પાસે તથા કિશનભાઇ રામજીભાઇ જીવણભાઇ ગરીયા ઉવ.૨૩ રહે.નવલખી રોડ ન્યુ રેલ્વે કોલોની વાળાને ઝડપી લીધા હતા, જ્યારે એક જુગારી કાનાભાઇ ભુપતભાઇ ઠુંગા રહે.મોરબી વિજયનગર વાળો નાસી ગયો હતો.