મોરબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોરબી તાલુકાના આમરણ થી આગળ જોડીયા રોડ ઉપર પુરપાટ ઝડપે જતા ટ્રકે સી.એન.જી રીક્ષાને હડફેટે લેતા રિક્ષામાં સવાર સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જે સમગ્ર મામલે રીક્ષા ચાલકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટની ભોમેશ્ર્વર સોસાયટી પાસે જાગૂતિ સોસાયટી શેરી.નં૦૬ ખાતે રહેતા સબીરભાઇ અલીભાઇ કુરેશી ગઈકાલે બપોરના સમયે તેમના પરિવાર સાથે મોરબી તાલુકાના આમરણ થી આગળ જોડીયા રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હોય ત્યારે GJ-37-T-8963 નંબરનાં ટ્રકના ચાલકે પોતાનું ટ્રક પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી મેલડી માંના મંદીર થી આગળ નદીના પુલ ઉતરતા રોડ ઉપર સામેથી આવી રહેલ રિક્ષા સાથે ટ્રક ભટકાડી અકસ્માત કરતા રીક્ષા ચાલક ફરીયાદ તથા તેના બે બહેનો તથા બનેવી તથા ભાણેજ તથા ભાઇને નાની મોટી ઇજા તથા બહેન સરીફાબેનને જમણા પગમા આંગળી કપાઇ ગયેલ તેવી ઇજાઓ પહોચાડતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.