Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીના રફાળેશ્વર ગામ નજીક ચાર શખ્સો ઉપર સાત શખ્સોએ હુમલો કરી ધમકી...

મોરબીના રફાળેશ્વર ગામ નજીક ચાર શખ્સો ઉપર સાત શખ્સોએ હુમલો કરી ધમકી આપી

જુદા જુદા ચાર બાઇકમાં ધોકા-પાઇપ, લાકડી લઈને આવેલા સાત શખ્સોએ મચાવ્યો આતંક

- Advertisement -
- Advertisement -

ચારેય ઇજાગ્રસ્તો પૈકી એકની હાલત નાજુક હોવાનું સામે આવ્યું

મોરબીમાં રહેતા શખ્સની પત્ની છેલ્લા ચાર મહિનાથી રિસામણે તેના માવતરને ઘેર હોય તે દરમિયાન નવાઢૂવા ગામે રહેતા એક શખ્સે ફોન કરીને કહ્યું કે ‘તારી પત્ની મારી રખાત છે, તારામાં તાકાત હોય તો હાલ્યો આવજે’ તેમ કહી મોરબીના શખ્સને રફાળેશ્વર ગામ બોલાવતા તે તેના અન્ય ત્રણ પિતરાઈ સાથે માટેલ દર્શન કરીને પરત રફાળેશ્વર ગામ પાસે જ હોય ત્યારે અલગ અલગ ચાર બાઇકમાં આવેલા સાત શખ્સોએ લાકડી, ધોકા અને પાઇપ વડે હુમલો કરી ચારેય શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ચાર પૈકી એક શખ્સની હાલત નાજુક હોય ત્યારે ઇજાગ્રસ્તના ભાઈ દ્વારા તાલુકા પોલીસ મથકમાં સાતેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીમાં કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ મચ્છુનગરમા રહેતા મહેશભાઇ ઉર્ફે ફુલો ભીખાભાઈ સિંધવ ઉવ.૩૦એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી નવઘણભાઇ ઘનીભાઇ ઉર્ફે કિશોરભાઇ પરમાર રહે વાંકાનેર , ભીમાભાઇ ખદાભાઇ ઉર્ફે ભીખાભાઇ સિંધવ રહે ગામ નવાઢુવા તા. વાંકાનેર, સુરેશભાઇ ખદાભાઇ સિંધવ રહે ગામ નવાઢુવા તા.વાંકાનેર, ચંદ્રેશ ઉર્ફે ભા ઘનીભાઇ ઉર્ફે કિશોરભાઇ પરમાર રહે વાંકાનેર, જયેશ ઉર્ફે ગાઢીયો માનાભાઇ સિંધવ રહે વાંકાનેર ચંદ્રપુર, સુરજભાઇ ઉર્ફે ટકો ઘનીભાઇ ઉર્ફે કિશોરભાઇ પરમાર રહે વાંકાનેર ચંદ્રપુર, હરેશભાઇ બટુકભાઇ પરમાર રહે વાંકાનેરવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪/૦૫ના રોજ આરોપી ભીમાભાઇએ ફરિયાદી મહેશભાઈના મોટાભાઈ બાબુભાઇ ભીખાભાઇ સિંધવને ફોન કરીને કહેલ કે ‘તારી ઘરવાળી મારી રખાત છે તારામા તાકાત હોય તો હાલ્યો આવજે’ તેમ કહેતા ફરીયાદીના કાકાના દિકરા ભાઇ ભીમાભાઇ તથા તેની ફઇનો દિકરો જીતેશભાઇ વાલાભાઇ ચૌહાણ તથા કાકાના દિકરા સીંધાભાઇ કાન્તીભાઇ સિંધવ તથા તેનો ભાઇ બાબુભાઇ ભીખાભાઇ સિંધવ એમ ચારેય જણા માટેલ દર્શન કરી પરત તેની બોલેરો ગાડી નં. જીજે-૩૬-ટી-૨૦૩૪ વાળી લઈને આવતા હોય અને તેઓ હાલ રફાળેશ્વર ગામ ખાતે ઉભા છીએ તમે પાણીયારા હોય તો આવો તેમ સામી વાત કરી હતી

ઉપરોક્ત બાબતે થયેલ ફોન ઉપર એકબીજા સાથે વાત થયા બાદ આરોપી નવઘણભાઈ, ભીમાભાઇ, સુરેશભાઈ, ચંદ્રેશનાએ બે અલગ અલગ મોટરસાઇલકમા હથિયારો સાથે આવી સાહેદ બાબુભાઇને નવઘણભાઈએ લાકડાના ધોકાથી ડાબા હાથમા ઘા મારી તથા આરોપી ભીમાભાઇએ કુંડલીવાળી લાકડીથી મોંઢાના ભાગે માર મારી તથા આરોપી સુરેશભાઇએ લાકડાના ધોકાથી પગના ભાગે મારેલ ત્યારબાદ આરોપી જયેશ , સુરજભાઈ, હરેશભાઈ એ બીજા બે અલગ મોટરસાઇકલમા આવી સાહેદ સીંધાભાઇને આરોપી હરેશભાઈએ ધક્કો મારી પાડી દઇ ત્યાં પડેલ છુટા પથ્થરોના ઘા મારી તથા આરોપી ભીમાભાઇએ કુંડલીવાળી લાકડીથી માથામા એક ઘા મારી તથા સાહેદ જીતેશભાઇ વાલાભાઇ ચૌહાણને આરોપી ચંદ્રેશએ લાકડાના ધોકાથી ડાબા હાથના કાંડાના ભાગે મારી તથા સાહેદ ભીમાભાઇ કાન્તીભાઇ સિંધવને આરોપી સુરજભાઈનાએ લોખંડના પાઇપથી મોંઢાના ભાગે તથા માથામા પાછળના ભાગે એક ઘા મારી માથાના ભાગે ગંભીર ઇજા કરી તથા મોંઢાના ભાગે ફ્રેક્ચર જેવી ઇજા કરી જમીન પર પાડી દઇ ત્યાં પડેલ સાહેદની બોલેરો ગાડીમા પથ્થરોના ઘા મારી કાચ તોડી નુકશાન કરી ફરી પોતાની સામે ક્યારેય આવશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ભુંડાબોલી ગાળો આપી અલગ અલગ મોટરસાઇકલોમા નાશી ગયા હતા જેથી ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩,૩૨૪, ૩૨૫,૩૨૬ ,૩૩૭,૪૨૭ ,૫૦૪,૫૦૬ (૨),૧૧૪ તથા જીપી એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!