Sunday, January 12, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં સાત સ્થળે દરોડામાં વરલી ફિચરનો જુગાર રમાડતા સાત શખ્સો ઝડપાયા

મોરબી જિલ્લામાં સાત સ્થળે દરોડામાં વરલી ફિચરનો જુગાર રમાડતા સાત શખ્સો ઝડપાયા

મોરબી જિલ્લા પોલીસ દ્વારા દારૂ જુગારની બદીને ડામવા માટે ઠેર ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે જેમાં ગઈકાલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાભરમાં દરોડા પાડીને વરલી ફિચરનો જુગાર રમતા અને રમાડતાં સાત શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા રવાપર રેસિડેન્સી પાસેથી નવીન ચતુરભાઈ ચારોલા(ઉ.વ.૪૮ રહે.હરીદર્શન એપાર્ટમેન્ટ રવાપર રેસિડેન્સી મોરબી)ને આંકડા લખેલ ચિઠી અને બોલપેન સહિત રૂ.૨૮૫૦ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે તેમજ જીઆઇડીસી સામે શુભ હોટેલ નજીકથી ગીરીશ છબીલભાઈ કોટેચા(રહે.અંકુર સોસાયટી શનાળા રોડ)ને આંકડા લખેલ ચીઠી અને બોલપેન તેમજ રૂ.૧૦૨૦૦ રોકડ અને રૂ.૫૦૦૦ નો મોબાઈલ મળી કુલ રૂ.૧૫,૨૦૦ ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે જ્યારે લગધીર વાસ મેઈન રોડ પરથી દિનેશ ચત્રભુજભાઈ કારીયા ને રૂ.૩૦૦ ના મુદામાલ સાથે અને ગાંધીચોક માંથી મોમીનખાન અબ્દુલ ખાલીતખાન યુસુબજયને રૂ.૫૩૦ ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

જ્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અરુનોદય સર્કલ પાસેથી મુકેશ ધનજીભાઈ પીઠડીયા(ઉ.વ.૫૨ રહે.રીલીફનગર બ્લોક નં.૧૪૪)વાળાને બોલપેન અને આંકડા લખેલ ચિઠ્ઠી સહિત રોકડ રકમ રૂ.૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે.

જ્યારે માળીયા (મી) પોલીસે નવગામના ઝાંપા પાસે ખન્ડેર મકાનમાં જાહેરમાં વરલી ફિચરના આંકડા લખતા અલ્યાસ હુસેનભાઈ ખોડ(ઉ.વ.૨૩ રહે.ખોડવાસ મોટી બજાર માળીયા)વાળાને પેન અને ડાયરી સહિત રોકડ રકમ રૂ.૪૫૦ ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

હળવદ પોલીસ દ્વારા શહેરના રેલવે સ્ટેશન રોડ પર થી જબર અલીમહમદ ખાન પઠાણ/સીદીકી(ઉ વ.૫૦ રહે મીઠાના ગંજા પાસે ઓરડી માં,હળવદ ટિકર રોડ)વાળાને વરલીના સાહિત્ય સહિત રોકડ રકમ રૂ.૧૦૩૯૦ ના મુદામાલ સાથે વરલી ફીચરના આંકડા લખી પૈસાની હારજીત નો જુગાર રમતા અને રમાડતા ઝડપી લેવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!