મોરબી જિલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલને અનાર્મ હેડ કોન્સ્ટેબલના પગાર ધોરણ સાથે બઢતી આપવામાં આવી છે. જેમાં પગાર ધોરણ પે મેટ્રિકસ લેવલ ૩ મુજબ ૨૧,૭૦૦ થી ૬૯,૧૦૦ માં તદન હંગામી ધોરણે શરતોને આધીન રહીને સાત જેટલા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલને બઢતી આપવામાં આવી છે.
મોરબી જિલ્લાના વિવિધ પોલીસ મથકો કે બ્રાન્ચ માં ફરજ બજાવતા સાત અનાર્મ પોલીસ કોનસ્ટેબલને હંગામી ધોરણે અનાર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં એસઓજી માં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોનસ્ટેબલ આશિફભાઈ રહીમભાઈ ચાણકીયા,મોરબી સીટી બી ડિવિઝન માં ફરજ બજાવતા ભરતકુમાર સવાભાઈ હુંબલ, મોરબી સીટી બી દિવિઝનમાં ફરજ બજાવતા રમેશચંદ્ર રાયધનભાઈ મિયાત્રા,મોરબી એલસીબી માં ફરજ બજાવતા સંજયકુમાર દિલીપભાઈ રાઠોડ,મોરબી સીટી બી ડિવિજન માં ફરજ બજાવતા ભરતકુમાર આપાભાઈ ખાંભરા,મોરબી સીટી બી ડિવિઝન માં ફરજ બજાવતા કલ્પેશભાઈ અમરશીભાઈ ગાંભવા અને મોરબી સીટી બી ડિવિઝન માં ફરજ બજાવતા લાલભા રઘુભાઈ ચૌહાણ ને શરતોને આધીન હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી હાલમાં જે જગ્યાએ ફરજ પર છે ત્યા જ ફરજ પર ચાલુ રાખવા માગે મોરબી જિલ્લા પોલીસ અધીક્ષક દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.