Monday, December 23, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા સાત પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી...

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા સાત પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી અપાઈ

મોરબી જિલ્લાના પોલીસતંત્રમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ કક્ષાના સાત કર્મચારીઓની બઢતી ના હુકમ થતાં પોલીસબેડામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

લોકોની સુરક્ષા અને સલામતી માટે સતત ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહયો છે અને તેનું કારણ છે સાત કર્મચારીઓને મળેલી બઢતી. વર્ષોથી પોલીસતંત્રમાં ફરજ બજાવતાં કર્મચારીઓની કદર કરી તેમને મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા બઢતી આપવામાં આવી છે. મોરબી જિલ્લામાં સાત કોન્સ્ટેબલની બઢતીના હુકમ કરાયાં છે. જેમાં વિજયકુમાર નાગદાભાઇ મીયાત્રા, શકિતસિંહ બહાદુરસિંહ પરમાર, સમરથસિંહ જામભા ઝાલા, મહેશદાન જશંકરણદાન ગઢવી, નવનિતલાલ જગજીવનદાસ નિમાવત, ધ્રુવરાજસિહ રઘુવિરસિંહ ઝાલા તથા ભરત ઘેલાભાઈ જીલરીયાને હેડ કોન્સટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે.બઢતી થતાં પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારમાં ખુશી જોવા મળી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!