Wednesday, January 15, 2025
HomeGujaratહળવદ તાલુકાના ટીકર ગામે જુગાર રમતા સાત ઝડપાયા

હળવદ તાલુકાના ટીકર ગામે જુગાર રમતા સાત ઝડપાયા

હળવદ પોલીસે  બાતમીના આધારે હળવદ તાલુકાના ટીકર ગામે ખરાવાડમાં જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને પકડી લઈને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ ઇન્સ્પેકટર એમ.વી.પટેલએ સર્વેલન્સ સ્ટાફને સંયુક્ત રીતે મળેલ ખાનગી બાતમીને આધારે હળવદ પોલીસ સ્ટાફના માણસોને જુગાર અંગે રેઇડ કરવા સુચના કરતા હળવદ તાલુકાના ટીકર ગામે રણની કાઠીના રોડ પર આવેલ કેનાલ પાસે ખરાવાડમાં જાહેરમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા કમલેશભાઈ ગાંડુંભાઈ એરવાડીયા, હકેશભાઇ બાજાભાઇ વાંકડ, કિરણકુમાર રવજીભાઇ કણસાગરા, સંતોષભાઇ ઓધવજીભાઇ સીણોજીયા, અરવિંદભાઇ હીરજીભાઇ ગોઠી,અજયભાઇ ગોવિંદભાઇ એરવાડીયા, વિનોદભાઇ જસમતભાઇ સીતાપરાને કુલ રૂ.૫૮,૭૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!