શનિવારની મોડી રાત્રે મોરબીના પીપળી ગામનો ડાભી પરિવાર અમદાવાદથી મામેરુ ભરી પરિવારજનો સાથે પરત ટ્રાવેલ્સમાં આવી રહ્યો હતો ત્યારે ચરાડવા નજીક ચા-પાણી પીવા ટ્રાવેલ્સ બસ રોકતા ચરાડવા ગામના અમુક શખ્સો ગાળો બોલતા હોય જેથી તેઓને ગાળો બોલાવની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ અન્ય લોકો સાથે મળી ટ્રાવેલ્સનો પીછો કરી પથ્થર મારો કરી હુમલો કર્યો હતો. આ ઘટનામાં કુલ 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે બનાવને પગલે પોલીસે સાત આરોપીને પકડી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, અમદાવાદથી મામેરુ પ્રસંગ પુર્ણ કરી આવી રહેલા પિપળી ગામના ડાભી પરીવારની ટ્રાવેલ્સને આંતરી અમુક લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરાયો હતો. જે અંગેની માહિતી એમ હતી કે, ચરાડવા ગામે ટ્રાવેલ્સ ચા પિવા ઉભી રહી હતી જ્યાં ચા ની દુકાને લુખ્ખા અને વિધર્મિ યુવાનો ગાળો બોલતા હતા. જેને ગાળો બોલતા રોકતા લુખ્ખાઓ રોષે ભરાયા હતા. જે બાદ ચરાડવાથી ચા પી ને ટ્રાવેલ્સ નીકળી ગઈ હતી. ત્યાર બાદ ગામથી એક કિ.મી દૂર ટ્રાવેલ્સને ઉભી રાખી લુખ્ખાઓએ હુમલો કર્યો હતો. જેમાં ટોળાના હાથમાં ધારીયા, છરી અને પથ્થરો હતા. સાથે સાથે તેમની પાસે મરચાની ભૂકી પણ હતી. તેમજ લુખ્ખા તત્વોનો બસ લૂંટ કરવાનો પણ ઈરાદો હતો. તેની સાથે સાથે ટ્રાવેલ્સ બસને પણ સળગાવી દેવાનો લુખ્ખાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે આંદરણા ગામથી માલધારી સમાજના યુવાનો ઘટના સ્થળે આવી જતા તેઓનો જીવ બચ્યો હતા. ત્યારે બનાવને પગલે હળવદ પોલીસે ઇમરાન જામ, સદામ ભટ્ટી, વિજય સોલંકી, વિજય બજાણિયા, યાસીન જામ, અલ્તાફ ભટ્ટી, જાવેદ ભટ્ટી નામના સાત આરોપીને ઝડપી પાડ્યા છે. ત્યારે તમામ આરોપીઓને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.