Friday, January 10, 2025
HomeGujaratમાળિયા મીયાણાના ચીખલી ગામે થયેલ ૧૩ ગાયોની કતલ મામલે સાતમો આરોપી ઝડપાયો:સોમવાર...

માળિયા મીયાણાના ચીખલી ગામે થયેલ ૧૩ ગાયોની કતલ મામલે સાતમો આરોપી ઝડપાયો:સોમવાર સુધી રિમાન્ડ પર

દેશભરમાં ગૌ માતા પર થતા અત્યાચારને લઈ ગૌ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે વચ્ચે થોડા દિવસો પૂર્વે માળિયાના ચીખલી ગામે ૧૩ ગાયોનાં કતલ થયાની ઘટના સામે આવતા ગઈકાલે ગૌ પ્રેમીઓ દ્વારા માળીયા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું. ત્યારે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે અગાઉ છ આરોપીઓની ધરપકડ કરી હતી.જે બનાવમાં આજ રોજ પોલીસે સાતમા આરોપીને દબોચી લીધો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મીંયાણા તાલુકાના ચીખલી ગામે ગત તા.૨૭/૧૨/૨૦૨૪ ના સાંજે ફરીયાદી જલાભાઇ ઉર્ફે જીલાભાઈ ભલુભાઈ શિયારે તથા અન્ય એક ઈસમની માલીકીની મળી કુલ ૫૦ ગાય આરોપી મુસ્તાક આમીનભાઈ લધાણી, આમીનભાઇ કરીમભાઇ લધાણીને પૈસા આપી રખેવાળી કરવા સોંપેલ હતી. જે પૈકી આરોપીઓએ ૧૪ ગાય પરત નહીં આપતા સમગ્ર મામલે માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવ્યો હતો. જેમાં આરોપીઓની પોલીસે અટક કરી આરોપીઓની સઘન પુછપરછ કરતા તેઓએ ૧૩ ગાય કતલ કરવા માટે વેંચાણથી આપેલ હોવાની કબૂલાત આપી હતી. જે બનાવમાં પોલીસે બંને આરોપીઓ સહિત કુલ ૦૬ આરોપી જેમાં રમજાન હારૂનભાઇ જામ, અલાઉદ્દીનભાઇ મુસાભાઈ જામ, અબ્બાસભાઇ મુસાભાઈ મોવર /મીયાણા અને સાઉદ્દીનભાઇ ઓસમાણભાઇ કાજેડીયાની અટકાયત કરી હતી. આરોપીઓને કોર્ટમાં રજુ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે.ત્યારે રિમાન્ડ દરમિયાન પોલીસે સીમ વિસ્તારમાંથી ગાયોના મૃતદેહોના અવશેષો FSL ટીમની હાજરીમાં એકત્ર કરી કબજે લીધા હતા અને વધુ એક આરોપી આમીન રહીમ માણેકને ઝડપી લેવામાં આવ્યો છે આમીન માણેક ગાયોની કતલ કરવામાં સાથે હતો જેને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા સોમવાર સુધીના રિમાન્ડ મંજુર થયા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!