વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડની બેઠકનુ આયોજન ગઈ કાલે કરવામાં આવ્યું હતુ. જેમા સુરેન્દ્રનગર વિભાગ બજરંગદળ સંયોજક કમલભાઈ દવે અને મોરબી જિલ્લા અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયાના માર્ગદર્શન હેઠળ મોરબી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ આયોમામાં અલગ અલગ જવાબદારી આપવામાં આવી હતી…
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગઈકાલે મોરબી પ્રખંડની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા સુરેન્દ્રનગર વિભાગ બજરંગદળ સંયોજક કમલભાઈ દવે અને મોરબી જિલ્લા અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા મંત્રી ભાવિકભાઈ ભટ્ટ, સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા તેમજ મોરબી પ્રખંડ મંત્રી આશિષસિંહ જાડેજા દ્રારા મોરબી પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ તથા આયામોમા અલગ અલગ જવાબદારી આપવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડ અધ્યક્ષ કમલેશભાઈ ભગવાનજીભાઈ આહિર, ઉપાધ્યક્ષ સંજયભાઈ પ્રેમજીભાઈ દેસાઈ, સહમંત્રી જીતેન્દ્રભાઈ અજીતભાઈ ચાવડા, સહમંત્રી ભાર્ગવભાઈ શૈલેષભાઈ ભાટીયા, બજરંગદળ મોરબી પ્રખંડ સંયોજક ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાટડીયા, મોરબી પ્રખંડ ધર્મપ્રસાર સંયોજક વિક્રમભાઈ હસમુખભાઈ શેઠ, મોરબી પ્રખંડ પ્રચાર પ્રસાર સંયોજક ધ્રુમનભાઈ નિયોગભઈ રાઠોડની વરણી કરવામાં આવી છે. મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તમામ નવનિયુકત જવાબદાર કાર્યકર્તાને શુભકામના પાઠવવામાં આવી છે….