Saturday, January 18, 2025
HomeGujaratમોરબી શહેર-જિલ્લામાંથી દારૂ ઢીંચેલી હાલતમાં નીકળેલ અનેક શખ્સો પોલીસ ઝપટે ચડ્યા

મોરબી શહેર-જિલ્લામાંથી દારૂ ઢીંચેલી હાલતમાં નીકળેલ અનેક શખ્સો પોલીસ ઝપટે ચડ્યા

મોરબી પંથકમાં દારૂનું દુષણ વકર્યું હોવાથી પોલીસે બંધણીઓ વિરુદ્ધ લાલ આંખ કરી છે ત્યારે ગઈ કાલે મોરબી શહેર સહિત જિલ્લાભરમાંથી દારૂ પીધેલી હાલતમાં નીકળેલ થોકબંધ બંધાણીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે સ્ટાફે મહારાણા પ્રતાપ સર્કલ હાઉસીંગ પાસેથી નશો કરેલી હાલતમાં હોન્ડા કંપનીનું એકટીવા મો.સા. રજી. નં. GJ-36-AA-9260 ની કિંરૂ.૨૫,૦૦૦ ચલાવી નીકળેલ આરોપી રાજેશભાઇ લાલજીભાઇ મકવાણાને ઝડપી લીધો હતો. આ ઉપરાંત દારૂ ઢીંચી એકટીવા બાઈક રજી. નં. GJ-36-N-9732 ચલાવતા આરોપી વાસ્કુરભાઇ ઉર્ફે હકુભાઇ વિસુભાઇ ધાંધલ (ઉ.વ.૪૩ રહે.ભલગામ તા. વાંકાનેર) ને ઝડપી લીધો હતો.તથા મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકના પી.એસ.ઓ. રૂમ પાસેથી જાહેરમાં કૈફી પ્રવાહી પીધેલ હાલતમાં લથડીયા ખાતા નીકળેલ ઈસમ નીતીનભાઈ મગનભાઈ ડાભીને ઝડપી લીધો હતો.

જ્યારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મોરબીના મુનનગર મેઈન રોડ પર આવેલ બેકરી પાસેથી જાહેરમાં ડમડમ હાલતમાં નીકળેલ આરોપી દિલીપભાઈ જીવરાજભાઈ આદ્રોજાને ઝડપી લીધો હતો. તેમજ મોરબી તાલુકા પોલીસે મોરબી જેતપર રોડ પર આવેલ પીપળી ગામની સીમમાંથી દારૂ પીધેલી હાલતમાં જાહેરમાં બકવાસ કરતા અમિત મનસુખ મોરતરિયા તથા મનસુખ શંકર મોરતરિયાને ઝડપી લીધા હતા.

વધુમાં વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા માટેલ રોડ ઇટાલીકા કારખાના પાસેથી દારૂ પીધેલી હાલતમાં હીરો હોન્ડા સ્પેલન્ડર પ્લસ બાઈક રજી.નંબર- GJ-03-BG-2139 લઈ નીકળેલ આરોપી રાહુલભાઇ ફુલાભાઇ ઉર્ફે ભુરાભાઇ ચૌહાણને પકડી લીધો હતો.આ ઉપરાંત વાંકાનેરની અમર સિંહજી સ્કૂલ નજીકથી દારૂ પીધેલી હાલતમાં આડેધડ વાણી વિલાસ કરી નીકળેલ યુસુફ અબ્દુલ બ્લોચને પોલીસે ઝડપી લીધો હતો તથા વાંકાનેરના બોકડથંભા ગામના પાદરમાંથી દારૂ પી નીકળેલ બંધાણી અશોક દેવશીભાઈ સરાવાડિયાને વાંકાનેર સીટી પોલીસે ઝડપી લીધો હતો.

જ્યારે માળીયા મિયાણાના અંજીયાસરથી નવા અંજીયાસર જવાના રસ્તેથી જાહેરમાં દારૂ પી બકવાસ કરતા અબ્બાસ હબીબ જોડા અને કાદર ઈસા જંગિયા તેમજ વાગડીયા ઝાંપા નજીકથી ધરા લખમણ બોહડિયાને નશો કરેલી હાલતમાં પોલીસે ઝડપી લઈ તમામ વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!