Wednesday, November 27, 2024
HomeGujaratમોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અનેક પોલીસ કર્મીઓની કરાઈ નિમણુક

મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અનેક પોલીસ કર્મીઓની કરાઈ નિમણુક

ગૃહ વિભાગ દ્વારા જિલ્લા ખાતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત થતાં મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા બજાવતા ૧૨ પોલીસ કર્મચારીઓને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરી નિમણુક કરવામાં આવ્યા છે. તેમજ જિલ્લામાં ફરજ બજાવતા અન્ય પોલીસ કર્મચારીઓની પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત થતાં મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સાયબર સેલમાં ફરજ બજાવતા કર્મીઓની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. જેમાં AASI રજનીકાંત ધનજીભાઈ કૈલા, કૌશિક દેવજીભાઈ મારવણીયા, સંજયભાઈ ઘનશ્યામભાઈ પટેલની તેમજ APC અશોકસિંહ પ્રતાપસિંહ ચુડાસમા અને કૌશિકભાઈ બાબુભાઈ મણવરની પણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરાઈ છે. તેમજ જિલ્લાના અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મીઓની પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. જેમાં વાંકાનેર સિટી UHC વિજયકુમાર પરસોતમભાઈ છાસીયાની, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના UHC મહિપાલસિંહ ગંભીરસિંહ વાળા, એમ ટી.વિભાગના UPC મનોજ ઠાકરશી લકમ, ટંકારાના UPC અમિત ચંદુલાલ બાબરીયા, પોલીસ હેડ ક્વાર્ટરના WUPC જયશ્રીબેન રતિલાલ સંઘાણી અને આકૃતિ ચેતનભાઈ પીઠવાની તેમજ પોલીસ હેડ કવાર્ટરના UPC નિર્મળસિંહ રામસિંહ જાડેજાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!