Saturday, January 11, 2025
HomeGujaratવાંકાનેર પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત:ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત

વાંકાનેર પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત:ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત

વાંકાનેર શહેર નજીક આજે સાંજના ૮:૧૫ વાગ્યાની આસપાસ ઝાંઝર સિનેમા પાસે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર એક ટ્રક અને ત્રિપલ સવારી બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં છે. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હાલ પોલીસ ટીમ દ્વારા ટ્રાફિક નિયમનની કામગીરી કરવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ઝાંઝર સિનેમા સામે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર આજે સાંજના ૮:૧૫ વાગ્યાની આસપાસ હાઇવે બ્રીજ ચડતા જ એક ટ્રક અને ત્રિપલ સવારી બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક નં. GJ 12 X 3945 ના ચાલકે ત્યાંથી પસાર થતા ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા બાઇક સવાર ત્રણેય યુવાનો ફંગોળાઇ રોડ નીચે પડી ગયાં હતાં, જેમના શરીર પર મહાકાય ઓવરલોડ ટ્રકના તોતિંગ વ્હિલ ફરી વળતા ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતાં.

આ સાથે જ આ બનાવમાં બે યુવાનોના મૃતદેહોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે એક યુવાનનો મૃતદેહ ટ્રકના વ્હીલ નીચે ફસાઈ જતાં જેસીબીની મદદથી હાલ યુવાનના મૃતદેહને બહાર કાઢવો પડ્યો હતો તેમજ આ ત્રણે યુવકોના નામ ભમ્મર સિંહ,રમેશ રાવત અને સુભાષ ડાવર હોવાનું સામે આવી રહ્યું છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!