મોરબીમાં છેલ્લા કેટલાક સમય થી ભૂર્ગભ ગટર ઉભરવવા નો પ્રશ્ન ગંભીર બન્યો છે ખાસ કરી ને વરસાદ બાદ આ પ્રશ્ન જટિલ બનતો જાય છે ત્યારે મોરબી ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડના સિંગ્લિયા મકાન અને છાત્રાલય ને જોડતા આજુબાજુના આશરે ૧૦૦ જેટલા મકાનો અને પાંચ થી વધુ સોસાયટીઓ ના લોકોના મકાન અને ગટરો ઓવરફ્લો થઈ જતી હતી.
જેના પગલે મોરબી ન્યુ ગુહાબોર્ડ નાં સ્થાનિકોએ મોરબીના નવ નિયુક્ત ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાને પ્રશ્ન બાબતે જાણ કરતા તાબડતોબ ભૂગર્ભ ગટર ની ટીમને મોકલી હતી આશરે ચાર દિવસ ની જહેમત બાદ આ ગટર ના પાણી કેમ રોકાયું એ સમસ્યા ની જાણ થતાં તંત્ર તો ઠીક ખુદ સ્થાનિકો પણ ચોંકી ઉઠ્યા હતા જેમાંથી આ પ્રશ્ન ની તપાસ કરતા કરતા એક પછી એક ભૂગર્ભ ગટર ચેક કરતા પાલિકાની નાઈટ ટીમ જ્યારે છાત્રાલય રોડ પર શ્રિકુંજ ચોકડી નજીક પહોંચી ત્યારે પાણી રોકાયું હોવાનું જણાતા તે ગટર ખોલતા તેમાં આશરે ત્રણ થી ચાર ફૂટ લાંબા અને પહોળા સિમેન્ટ ના બનાવેલ પથ્થરો નીકળ્યા હતા જોકે આ ટીમે ભારે જહેમત બાદ મોટાભાગના પથ્થરો કાઢી હાલ સ્થાનિકો નું કામ ચાલે તેવો પ્રશ્ન હાલ કરી નાખ્યો હતો પરંતુ રાત થી સવાર સુધી મથતા પાલિકા તંત્રની ટીમ દ્વારા મોટા પોપડાઓ હોવાથી ગટર ને ટુંકી કરી ગોળ ઢાંકણા મુકિંદેતા ભારે તકલીફ થઈ હતી.
જેના લીધે પૂરો પ્રશ્ન હલ થઈ શક્યો નથી ત્યારે આ જોતા ફકત પાલિકા તંત્ર જ નહિ પરંતુ સ્થાનિકો અને રહીશો દ્વારા પણ પોતાના ઘરના કામ કે આજુબાજુના બાંધકામ સમયે જે ગંભીરતા ના રાખી અને આડેધડ ખુલ્લી ગટરો માં કચરો પડે છે અથવા નાખવામાં આવે છે એ લાંબા સમયે નડતર રૂપ થાય છે અને એ એક જ નહિ અનેક લોકોને તકલીફ આપે છે અને વાંક કાઢવામાં આવે છે તંત્ર નો પરંતુ શું સ્થાનિકો કે રહીશો આ માટે જવાબદાર નથી ? એ મોટો પ્રશ્ન છે આવડા મોટા પથ્થરો ઘર પાસેની ગટરો માં તમારા મકાનના બાંધકામ સમયે ગટર માં ન પડે એ નૈતિક જવાબદારી પ્રજાએ રાખવી જરૂરી છે અને આ જવાબદારી ન લઈ જ્યારે લાંબા ગાળે પ્રશ્ન ઉદભવે ત્યારે તંત્ર પર ઠીકરું ફોડવું એ જરા પણ વ્યાજબી નથી જો રહીશો જ નહિ જાગે અને પોતાના વિસ્તારની જાગૃતતા નહિ લાવે તો અધિકારીઓ તંત્ર પર આંગળી ચિંધવી એ આપણે આપણી જાતને છેતરી રહ્યા છીએ અને આપણા જ પગ પર કુહાડો મારી રહ્યા છીએ બધી જવાબદારી તંત્ર ની છે પણ ખુલ્લી ગટર કે પાણીની લાઈનમાં કચરો ના જાય એ ની નૈતિક જવાબદારી તમારી પોતાની છે બધું કરવા તંત્ર કે નેતાઓ નથી આવવાના અને આ વાત જ્યાં સુધી ગળે નથી ઉતારવાની ત્યાં સુધી ગટર માટે ચક્કાજામ કરો કે પાલિકાએ હોબાળો કરો કોઈ ફરક નથી પડવાનો તંત્રનું કામ મદદ કરવાનું છે જૂના નાખેલા પથ્થરો કે તમારી ગેજવાબદરી નું ઠીકરું ફોડવા નથી આ ગટર માંથી નીકળેલા પથ્થરો અને ગોડદાઓ લોકોની નૈતિકતા પર મોટો સવાલ છે વાત નાની છે પણ તેની અસર આખા વિસ્તારને ભોગવવી પડે છે તહેવારમાં કે ધર્મના કામ માં કે શોકના કામે ઘરના આંગણે ગંદુ ગટર નું પાણી આવે ત્યારે અંતે ઠીકરું તંત્ર પર અને નેતાઓ પર ફોડવામાં આવે છે પણ શું આપણે આપણી જવાબદારી પ્રત્યે સભાન છીએ?એ મોટો સવાલ છે આથી લોકો પોતાના ઘર પાસે જ્યારે બાંધકામ કામ ચાલતું હોય અથવા ખુલ્લી ગટર હોય કે પાણીની લાઈનો હોય તેમાં પડેલા કચરાને સાફ કરે તો ભવિષ્યમાં આવા પ્રશ્ન બનતા અટકી શકે છે હાલ આ ગટર છે તે જામ થઈ હતી તેમજ આ પત્થરો કાઢવામાં આખી રાત મોરબી ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળા, નગરપાલિકાની ભૂગર્ભ ગટર ડ્રેનેજ ટીમ તેમજ ન્યુ ગુહા બોર્ડ ના સ્થાનિક લાલાભાઈ,જયભાઈ નિમાવત,જય જોશી,પ્રભુભાઈ મેરજા સહિતના સ્થાનિકોએ રાત્રે પોણા બે વાગ્યાથી લઈને સવારે ૮.૩૦ વાગ્યા સુધી જહેમત ઉઠાવી હતી અને સ્થાનિકો રહીશો જ્યાં સુધી પોતાના ઘર કે સોસાયટી પ્રત્યે જાગૃત નહિ રહે ત્યાં સુધી તંત્ર પણ એની મદદ નહિ કરી શકે તંત્ર નેતા અને મશીનરી એ એક મધ્યમ છે પણ નૈતિક જવાબદારી બધા નાગરિકોની ફરજ છે જે નિભાવવી અત્યંત જરૂરી અને અનિવાર્ય છે.