Friday, December 27, 2024
HomeGujaratમોરબીમાં શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા દર્દીઓ માટે નિઃશુલ્ક ઓક્સિજન કોન્સનટ્રેટર મશીન...

મોરબીમાં શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા દર્દીઓ માટે નિઃશુલ્ક ઓક્સિજન કોન્સનટ્રેટર મશીન અપાશે

મોરબીમાં શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા કોરોનાના દર્દીઓને ઓક્સિજનને લઈને પડતી હાલાકીને ધ્યાને લઈને યુએસથી ફિલિફસ કંપનીનાં ૩૦ જેટલા ઓક્સિજન કોન્સનટ્રેટર મશીન મંગાવાયા છે. આ મશીનને સંસ્થા દ્વારા નિઃશુલ્ક રીતે સેવા માટે આપવામાં આવશે. કોઈ પણ દર્દી આ મશીન ડોકટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે ડિપોઝીટ જમા કરાવીને લઈ જઈ શકે છે. બાદમાં મશીન પરત કરીને પોતાની ડિપોઝીટની રકમ પણ પરત મેળવી શકે છે.

- Advertisement -
- Advertisement -

શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા ૯૨ થી ૯૭% પ્યોરિટી વાળો ઓક્સિજન ઉત્પન્ન કરતું મશીન વસાવવામાં આવ્યું છે. આ મશીનમાં શક્ય હોય તો આરઓનું પાણી વાપરવું સાથે જ જણાવ્યું હતું કે જ્યાં લીફ્ટ ન હોય અથવા તો વધુ નાની શેરીઓમાં પણ આ મશીન સરળતાથી લઈ જઈ શકાશે અને મશીન સારૂ કામ કરશે. પોસ્ટ કોવિડ અને કોવિડ માટે આ મશીન આશીર્વાદ રૂપ બની રહેશે. આ મશીન જ્યાં જ્યાં સેવામાં આપવામાં આવશે ત્યાં મેડિકલ ઓફિસર અને ટીમ પણ તૈનાત કરવામાં આવશે.

 

આ સેવાયજ્ઞમાં સહયોગી ડોકટર ટીમમાં ડો.દિલીપભાઈ ભટ્ટ, ડો. જયેશભાઈ સનારિયા, ડો. તેજસભાઈ પટેલ, ડો. મનીષભાઈ સનારિયા, ડો. વીરેનભાઈ સંઘાણી, ડો. વરુણભાઈ ભટ્ટ, ડો. હિતેશભાઈ પારેખ અને ડો. ભાવિનભાઈ ચંદે કાર્યરત છે. આ ઓક્સિજન કોન્સનટ્રેટર મશીન મેળવવા માટે ક્રિપાલસિંહ ઝાલા મો.નં. 9724677777, 9804833333નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!