હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ શક્તિ સાગર (બ્રાહ્મણી-૨) ડેમ રૂલ લેવલ મુજબ ૯૦ % ભરાઈ ગયો છે. તેથી ડેમમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે તેવી સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. જે યોજનાના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોના લોકોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં અવર- જવર ન કરવા સૂચના આપવામાં આવી છે…
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ શક્તિ સાગર (બ્રાહ્મણી-૨) ડેમ રૂલ લેવલ મુજબ ૯૦ % ભરાઈ ગયો છે. તેથી ડેમમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે. જેથી યોજનાનાં નીચાણવાળા ગામ જેમ કે સુસવાવ, કેદારિયા, ધનાળા, સાયસંગપુર, મયુરનગર, મિયાળી, ચાડધ્રા, ટીકર અને માનગઢના લોકોને તકેદારીના પગલાં લેવા તેમજ નદીના પટમાં અવર જવર નહિ કરવા સુચના આપવામાં આવી છે.