મોરબી માં બનેલો ગોઝારી ઘટના થી આખું ગુજરાત કાંપી ઉઠ્યું છે. ત્યારે આવી સ્થિતિ માં લોકો ની વાતને વાચા આપવા માટે શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હોવાનું પ્રેસ કોન્ફરન્સ માં જણાવ્યું હતું.
ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં શક્તિસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રશ્ન રાજકારણનો નથી, જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે જો લોકોની વાત મૂકવી એ અમારો ધર્મ છે. ઉપરાંત ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ચૂંટણી આવતી હોવાના કારણે કોઈ પણ તાંત્રિક મંજૂરી વગર આ પુલ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો જેના લીધે ઘણા લોકોને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે.
પુલ ખુલ્લા મુકવાના સમયે સમગ્ર મોરબીની અંદર હોર્ડીગ્સ લગાવવા માં આવ્યા હતા અને આ ઘટના પછી રાતો રાત જ હોર્ડીગ્સ ઉતરી ગયા હતા. તાંત્રિક મંજૂરી વગર પુલ કેમ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો ?, પુલ પર કેમ એટલા લોકોને જવા દીધા, આ રોકવાની જવાબદારી શું સરકારની નોતી? જેવા અનેક પ્રશ્નો સરકાર વિરૂદ્ધ ઉઠાવ્યા હતા.
ઉપરાંત વધુ માં કટાક્ષ કરતા કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ બંગાળમાં પુલ તૂટ્યો ત્યારે જે કહ્યું હતું એ ગુજરાતમાં પણ કહેશે. ઉપરાંત કહ્યું હતું કે સરકારની બનેલી કમિટી થી સત્ય બહાર નહિ આવે માટે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજની ટીમ બનાવી જોઈ એ જેથી બીજે ક્યાંય આવી ઘટના બને તો દરેક જગ્યાએ આવું ક્યાંય ભૂલ કોઈ ના કરે અને કરણવગર કોઈ ને જીવ ના ગુમાવવા પડે. ઉપરાંત તેમને વધુ માં જણાવ્યું હતું કે તેમની પાસે કોન્ટ્રાક્ટ ની કોપી છે અને તેમાં બધા જ મુલાકાતીઓ માટેના ભાવ લખ્યા છે ૧૭ રૂપિયા બે વર્ષ પછી કરી સકાય અત્યારે નહિ તેવો ઉલ્લેખ પણ કોન્ટ્રાક્ટ માં કરવામાં આવ્યો છે.ત્યારે આ કોન્ફરન્સ દરમિયાન ભાજપ સરકાર પર તીખા અને કટાક્ષ ભર્યા પ્રહારો કર્યા હતા.