Sunday, March 23, 2025
HomeGujarat"લાજ શરમ મુકો, દબાણ દૂર કરો" ! ટંકારા નગરપાલિકા પાસે વેપારીઓ અને...

“લાજ શરમ મુકો, દબાણ દૂર કરો” ! ટંકારા નગરપાલિકા પાસે વેપારીઓ અને રહિશોની માંગ

ટંકારા શહેર અને તાલુકામાં દબાણનો મુદ્દો વિકટ બન્યો છે. શહેરી વિસ્તારમાં પાલિકા દ્વારા જરૂરી પગલા ભરવામાં આવતા હોવાની સાથે સમયાંતરે માત્ર નાટક ભજવીને દબાણ દૂર કરવામાં આવતું હોવાથી બિલાડીના ટોપની જેમ દબાણકારોનો રાફડો ફાટ્યો છે. ત્યારે ટંકારા નગરપાલિકા શરમ કે શુભ મુહૂર્તની રાહ જોયા વિના દબાણ દુર કરે તેવી વેપારીઓ અને રહિશો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે,એ નોટિસ ફટકારી બાદ જાતે દબાણ હટાવવાની કામગીરી નહિવત જેવી હોવાથી ટેક્સ પેયર તંત્ર કમર કસીને રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા નગરપાલિકાના હદ વિસ્તારમાં આડેધડ નિતી નિયમો નેવે મૂકીને ચૌમેર સરકારી જગ્યાએ ખડકાયેલ દબાણકર્તાને નોટિસ ફટકારી જાતે દબાણ દુર કરવા બે દિવસનો સમય આપ્યો હતો. પરંતુ પરીણામ શુન્ય હોય ત્યારે નાના વેપારીઓ અને રેકડી ધારકોએ વેકલ્પિક વ્યવસ્થા કરવા માટે આવેદન આપી ગાડી પાટા પર ઉતારવા પેતરો કર્યો હોવાનું શહેરના સભ્ય સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉપરાંત નગરપાલિકા કોઈની શે શરમ કે શુભ મુહૂર્ત જોયા વિના આડેધડ ખડકાયેલ દબાણ દુર કરે એવી રાજકીય સામાજિક અને વેપારીઓ તથા રહિશો માંગ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટંકારા નગરપાલિકા હદમાં ગેરકાયદેસર દબાણોમાં બનાવટી દુધની આઇટમથી લઈને ખાણીપીણીમાં તેલ, પાણી, લોટ, મસાલા સહિતની ખાધ્ય ચિજોમા તપાસ કરવામા આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે. બિજી તરફ એક ચર્ચા એવી પણ છે કે, સરકારી જગ્યાનું મસમોટુ ભાડુ વસુલવામાં આવે છે. ત્યારે આ તમામ બાબતો અંગે ઉચ્ચ કક્ષાએથી ખાનગી તપાસ કરવા શાશક પક્ષના દિગજ્જ નેતાએ ઉપર સુધી ધ્યાન દોર્યું છે. બિજી તરફ વેપારી મિત્રો જે તંત્રને વેરા સહિત દુકાન ખરીદી કરી લાખોનું રોકાણ કરે છે. તેની સામે દબાણકારોને એક પણ રૂપિયો ખર્ચ વિના કોઈ ફ્રુડ લાઈસન્સ કે વજનકાટાની વેલિડિટી કે ગુણવતા વિના નફો રળી ખાતા હોવાનું જાણવા મળ્યું છે. નગરપાલિકા દ્વારા નોન-વેજ ખાણીપીણી અને અન્ય ચીજોમાં રિતસર નોટિસ આપી છે. પરંતુ હજુ કામગીરી અસરકારક ન હોય આ અંગે શહેરના સભ્ય સમાજમાં ભારે ગણગણાટ શરૂ થયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!