વૈદિક જ્યોતિષમાં શનિને ન્યાયના દેવતા માનવામાં આવે છે અને વર્ષો જૂની માન્યતા પ્રમાણે શનિદેવ દરેક લોકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે.હિન્દૂ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિને અશુભ માનવામાં આવે છે તો બીજી તરફ કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિદેવ સારી અને મજબૂત સ્થિતિમાં હોય તો શનિદેવ જાતકોને સુખ સુવિધા ના આશીર્વાદ પણ આપે છે.હિન્દુ કેલેન્ડર મુજબ, શનિદેવ ગત ૧૭ જાન્યુઆરી ૨૦૨૩ એ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે અને વર્ષ ૨૦૨૫ સુધી શનિ કુંભ રાશિમાં જ રહેશે ત્યાર બાદ ૨૯ માર્ચ, ૨૦૨૫ના રોજ શનિ બીજી રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન કુંભ સહિત આ પાંચ રાશિઓ માટે શનિદેવ મુશ્કેલી ઉભી કરી શકે છે.
કર્ક: કર્ક રાશિના આઠમા સ્થાને શનિદેવ બિરાજમાન છે. આવી સ્થિતિમાં આ જાતકોએ સાવધાન રહેવું તેમજ શિક્ષણ માટે પરદેશ જવાનું આયોજન કરતા વિદ્યાર્થીઓને તકલીફો વેઠવી પડી શકે છે. નોકરીયાત પર કામનું ભારણ વધી શકે છે તેમજ પરિણીતોના વિવાહિત જીવનમાં મુશ્કેલી આવી શકે છે.
કન્યા: શનિદેવ કન્યા રાશિના પાંચમા અને છઠ્ઠા ઘરના સ્વામી છે. આ દરમિયાન તમને મિશ્ર પરિણામ મળશે જાતકોના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન નહીં લાગવું તેમજ પેટ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.
વૃશ્ચિક: વૃશ્ચિક રાશિ માટે પણ શનિની ઢૈયા શરૂ થઈ ગઈ છે, જે ૨૮ મહિના સુધી ચાલશે. વૃશ્ચિક રાશિનો શનિ ત્રીજા અને ચોથા ઘરનો સ્વામી છે. પારિવારિક સંપત્તિને લઈને વિવાદ થવો, વિદ્યાર્થીઓને તેમનાઅભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડવી તેમજ વેપારમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.
કુંભ: કુંભ રાશિ માટે શનિની સાડાસાતીનો બીજો તબક્કો શરૂ થઈ જસે અને સખત મહેનત બાદ પણ જોઈતું પરિણામ નહીં મળે.શનિદેવનું ગોચર અંગત સંબંધો અને દાંપત્યજીવન પર ખરાબ અસર કરશે આ રાશિના જાતકોએ ગુસ્સા પર નિયંત્રણ રાખીને વડીલોની સલાહ પર કામ કરવું જોઈએ.
મીન: મીન રાશિ માટે શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો શરૂ થઈ રહ્યો છે. મીન રાશિની કુંડળીમાં ૧૧ અને ૧૨મા ઘરના સ્વામી તરીકે શનિ ૧૨મા ઘરમાં બિરાજમાન છે. મીન રાશિના લોકો માટે ખર્ચમાં વધારો થવો, વિદેશ જવાની તક મળવી,નાણાકીય મુશ્કેલીનો સમયગાળો જેવી અસરો થશે.
શું કરવું જોઈએ શનિ ગોચર અસર ઓછી કરવા માટે ?
શનિદેવને પ્રસન્ન કરવા કરો આ ઉપાય: – દર શનિવારે શનિદેવને સરસવનું તેલ ચઢાવો. – દર શનિવારે સરસવનો દીવો પ્રગટાવો. – શનિ દોષને ઓછો કરવા માટે શનિવારે લોખંડની વસ્તુઓ, કાળા કપડાં, કાળી અડદની દાળ, સરસવનું તેલ, ચંપલ અને ચપ્પલ વગેરેનું દાન કરો. – શનિવારે માછલીઓને લોટ ખવડાવો. તેનાથી કુંડળીમાં શનિનો પ્રભાવ ઓછો થાય છે. – શનિવારે સવારે પીપળના ઝાડને જળ ચઢાવો અને સૂર્યાસ્ત પછી તલ અથવા સરસવના તેલનો દીવો કરો. – શનિવારના દિવસે ‘ઓમ પ્રમ પ્રીમ પ્રૌણ સ: શનૈશ્ચરાય નમઃ’ અને ‘ઓમ શન શનૈશ્ચરાય નમઃ’ મંત્રોનો જાપ કરો.