મોરબીના સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઇ જી. બાંભણીયા, જીજ્ઞેશભાઇ પંડયા, મુકુંદરાય પી. જોષી, મુછડીયા વાલજીભાઇ ધનજીભાઇ, અશોક ખરચરીયા અને મુસાભાઇ બ્લોચ દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામા દિવંગત થયેલ દિવ્ય આત્માઓની શાંતિ માટે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો જાહેર જનતાને લાભ લેવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ ૪૨ દિવસ દુર્ઘટનાને થતા આ શાંતિ હવનનું અયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના સામાજીક કાર્યકરોના જણાવ્યા અનુસાર, મોરબીના સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઇ જી. બાંભણીયા, જીજ્ઞેશભાઇ પંડયા, મુકુંદરાય પી. જોષી, મુછડીયા વાલજીભાઇ ધનજીભાઇ, અશોક ખરચરીયા અને મુસાભાઇ બ્લોચ દ્વારા મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનામાં હિન્દુ મુસ્લીમ દિવ્ય આત્માઓના મોક્ષાર્થે હવનનું અયોજન આગામી તા.૧૧/૧૨/૨૦૨૨,રવિવાર ના રોજ ઝુલતાપુલના પાસેના વિસ્તાર, મયુર હોસ્પીટલની પાસે, સ્વામીનારાયણ મંદિર બાજુમાં દિવ્ય આત્માઓને શાંતિ માટે શાંતિ હવનનું આયોજન સવારે ૯-૩૦ થી બપોરે ૧-૦૦ વાગ્યે કરવામાં આવ્યું છે, તો મોરબીની તમામ હિન્દુ-સમુીય જનતાને આ શાંતિ હવનમાં આહુતિ આપી દિવ્ય આત્માઓને શાંતિ (મોક્ષ) મળે તે માટે જાહેર જનતાને આમંત્રણ તથા આ શાંતિ હવન ૪૨ દિવસ આ દુર્ઘટનાને પુર્ણ થતા અને દિવ્ય આત્માઓને શાંતિ થાય તથા તેમના પરીવારને યોગ્ય ન્યાય સત્વરે મળે તે માટે આ હવનનું આયોજન કરેલ છે. તો આ અંગે લાભ લેવા સામાજીક કાર્યકરની લાગણી છે કે મોરબીના દરેક ધર્મ ના લોકોને બહોળી સંખ્યામાં આહુતી આપવા પધારશો એવી સામાજીક કાર્યકરો દ્વારા વિનંતી કરવામાં આવી છે.