શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ મોરબી દ્વારા દશનામ ગોસ્વામી સમાજ માટે શરદ પૂનમ, રાસ-ગરબા મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી શહેર તથા તાલુકાના ગામડાના વિસ્તારમાં રહેતા તમામ દશનામ ગોસ્વામી સમાજના પરિવારને આ કાર્યક્રમમાં પધારવા આયોજકો દ્વારા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા આગામી તા.૦૪-૧૦-૨૦૨૫ ને શનિવારના રોજ રાત્રે ૮ થી ૧૨ કલાકે સાંઇ બાગ, ઉમા ટાઉનસીપ મેઈન ગેટ સામે, મોરબી-૨ ખાતે શરદ પૂનમ, રાસ-ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રિટા ગોસ્વામી ગૃપ ખેલૈયાઓને ગરબે જુમાડશે. ત્યારે શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ મોરબી દ્વારા આયોજીત રાસ-ગરબા મહોત્સવમાં મોરબી શહેર તથા તાલુકાના ગામડાના વિસ્તારમાં રહેતા તમામ દશનામ ગોસ્વામી સમાજના પરિવારને આ કાર્યક્રમમાં પધારવા આયોજકો દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ ફકત દશનામ ગોસ્વામી સમાજ માટે જ રાખવામાં આવ્યો છે. અને આ કાર્યક્રમમાં ટ્રેડીસનલ ડ્રેસમાં આવશે તેને જ ઇનામ આપવામાં આવશે.