મોરબીનાં રધુવંશી મહિલા મંડળ દ્વારા “શરદપુનમ ગરબા મોહોત્સવ ૨૦૨૫”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રઘુવંશી પરીવારનાં મહિલા તથા બાળકોને ફ્રિ પ્રવેશ આપવામાં આવ્યો છે.
મોરબી રઘુવંશી મહિલા મંડળ છેલ્લા ૧૬ વર્ષથી શરદપુનમનાં દિવસે રાસગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ગરબા મહોત્સવ ૨૦૨૫નું મોરબી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે ગત તા.૬/૧૦/૨૦૨૫ નાં રોજ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રઘુવંશી પરીવારનાં મહિલાઓ તથા બાળકો માટે તદન ફ્રી કોઈપણ પ્રકારનાં ચાર્જ વિના આ ગરબા મહોત્સવમાં ભાગ લઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ આયોજન ફક્ત રઘુવંશી પરીવારનાં મહિલા તથા બાળકો માટે જ છે. શ્રી રઘુવંશી મહિલા મંડળ મોરબી દ્વારા આયોજિત રાસોત્સવમાં ભાગ લેવા માટે ચંદ્રિકાબેન પલાણ-9106877148, નીલાબેન કારીયા-9714918969, કેયુરીબેન ચગ-9429577789, ઉમાબેન બુદ્ધદેવ-9558486286, ડિમ્પલબેન ભીંડા-9712157357 નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમમાં જજનો નિર્ણય આખરી રહેશે. વેલ ડ્રેસની હરીફાઈ નથી ફક્ત રમવામાં જ નંબર આપવામાં આવશે. 3 થી 4 સુધી જ ટેગ આપવામાં આવશે તેમજ 4 વાગ્યા પછી ટેગ માંગીને શરમ આવશો નહીં. પ્રોગ્રામ 4 વાગ્યે શરૂ કરી દેવામાં આવશે. તેવું આયોજકો દ્વારા જણાવવાવામાં આવ્યું છે.