આજે દશેરાના પર્વ પર શસ્ત્ર પૂજનની મહિમા છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શ્રી સમસ્ત બ્રહ્મસમાજ-મોરબી અને શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા પારંપરિક રીતે શાસ્ત્ર પૂજન કરવામાં આવું હતું. અને શાસ્ત્રી અમિતભાઈ પંડયા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્રનું પુજન કરાવામાં આવ્યું હતું. જેમાં મોરબીનાં તમામ ભૂદેવોએ ગાયત્રી મંદિર ખાતે બહોળી સંખ્યામાં શસ્ત્ર અને શાસ્ત્રનું પુજન કર્યું હતું. સમસ્ત બ્રહ્મસમાજ-મોરબીના પ્રમુખ કિશોરભાઈ શુકલ, મહામંત્રી કેયુરભાઈ પંડયા અને અમૂલભાઇ જોષી તેમજ પરશુરામ યુવા ગૃપ પ્રમુખ-મોરબીના પ્રમુખ રોહિતભાઈ પંડયા, મહામંત્રી ધ્વનિતભાઈ દવે અને કમલભાઈ દવે દ્વારા તમામ ભૂદેવોને આવકારવામાં આવ્યા હતા.