મોરબી ખાતે રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે ત્યારે મહારાણા પ્રતાપ સર્કલ થી સનાળા શક્તિ માં ના મંદિર સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદ શક્તિ માતા ના મંદિર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
દર વર્ષે મોરબી રાજપૂત સમાજ તેમજ કરણી સેના દ્વારા દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના નો કાળ હોય ત્યારે રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા શસ્ત્ર પૂજા ઘરમેળે કરવામાં આવતી હતી ત્યારે આ વર્ષે દશેરાના દિવસે ખૂબ ભવ્ય રેલી નું આયોજન કરી મોરબીના સનાડા ખાતે આવેલ શક્તિ માતાજીના મંદિર ખાતે શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ રેલી સામા કાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સર્કલથી લઈ સનાળા ગામ ખાતે આવેલ શક્તિ માતાજીના મંદિર સુધી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો અને કરણી સેનાના સભ્યો જોડાયા હતા.