મોરબીના રહેવાસી અને કાશી વારાણસી માં જ્યોતિષાચાર્ય, ભાગવતાચાર્ય, સહિત્યાચાર્ય, એમ.એ સંસ્કૃત જેમને જ્યોતિષ વિષય થી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલા એવા શાસ્ત્રી શ્રી જીજ્ઞેશભાઈ પંડ્યા ને રાષ્ટ્રીય જ્યોતિષ એવમ રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાન ના ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા આયોજિત તા.23/4/23 ના લખનઉ ઉત્તર પ્રદેશ માં યોજાનાર જ્યોતિષ સંમેલન ની અંદર હોનેબલ સ્પેશિયલ ગેસ્ટ તરીકે નું આમંત્રણ મળેલ છે. જેમાં પંચાંગોનું એકીકરણ કેવી રીતના કરવું જેની વાત શાસ્ત્રી શ્રી જીજ્ઞેશભાઈ પંડ્યા રાખશે જે મોરબી માટે ગૌરવ લઈ શકાય ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાની મોરબી ને તક મળી છે. અને જેમાં શ્રી બ્રિજેશ પાઠક જી ઉપમુખ્યમંત્રી ઉત્તરપ્રદેશ,શ્રી કૌશલ કિશોર જી કેન્દ્રીયમંત્રી વિજય કુમાર સીજી કુલપતિ મહર્ષિ પાણીની સંસ્કૃત વિદ્યાલય ઉજ્જૈન, મહા મંડલેશ્વર મદન વ્યાશજી ઉજ્જૈન, ડો,અજય ભાંભીજી દિલ્હી, ડો,પંકજ ત્રિવેદી લખનઉ વિગેરે નામી જ્યોતિષીઓ ભારત વર્ષના જેટલા પણ ગોલ્ડ મેડલિસ્ટ જ્યોતિષીઓ છે જેમની ઉપસ્થિતિ રહેશે. જે મોરબી માટે ગર્વ લેવા જેવી વાત છે.