મોરબીની બુધવારે માર્કેટમાંથી ગુમ થયેલ બાળકને માતા પિતા સાથે મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ‘SHE TEAM’ દ્વારા મિલન કરાવી દેવામાં આવ્યું છે. ૫ વર્ષીય બાળક મળી આવતા SHE TEAM બાળકને કાલીઘેલી ભાષા માં પૂછી બાળકને સાથે રાખી ટૂંકા સમય માં મોરબીનાં પાવડીયારી પાસે આવેલા કોયો સિરામીકમાં કામ કરતા વાલીઓને શોધી બાળકને માતા પિતા ને સોંપી આપ્યો હતો.
મળતી માહિતી અનુસાર, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચનાથી, નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં “SHE TEAM” કાર્યરત છે. જે અંતર્ગત મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન આજરોજ તા.૨૫/૧૨/૨૦૨૪ ના આશરે સાંજના પાંચેક વાગ્યે બુધવારી માર્કેટમાંથી આશરે ૫ વર્ષીય વાલીવારસ વગરનુ બાળક મળી આવ્યું હતું. જેથી તેને સાથે રાખી તાત્કાલિક સ્થળ ઉપર બાળકના વાલીવારસ શોધવા પ્રયત્નો કર્યા હતા પરંતુ વાલીવારસ મળી આવ્યા ન હતા. જેથી પોલીસ સ્ટેશન ખાતે લાવી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની સી ટીમે બાળકનો કબ્જો મેળવી તેના વાલી વારસ શોધવા માટે પ્રયત્ન શરૂ કર્યા હતા. સી ટીમના સ્ટાફે ગુજરાતીમાં બોલતા બાળકને કાલીધેલી ભાષાને આધારે સમજવાનો પ્રયત્ન કરી બાળકને સાથે રાખી તેના વાલીને ટુંકા સમયમાં મોરબી પાવડીયારી પાસે આવેલા કોયો સીરામીકમાં કામ કરતા સેંધાભાઇ શમસિંહભાઇ જોષી રહે. જીવાપર મોરબી તાલુકા વાળાને શોધી ખાત્રી કરી બાળકને તેના માતા પિતાને સોંપી આપ્યો હતો. માતા પિતા તેના બાળકને શોધતા હોય બાળક મળી જતા રાહતનો શ્વાસ લીધો હતો. આમ એક બાળકને તેના માતા પિતા સાથે મિલન કરાવવામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસની “SHE TEAM” ને સફળતા મળી હતી.