Thursday, December 26, 2024
HomeGujaratઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલ સગીરનું પરિવાર સાથે મિલન કરાવતી મોરબી...

ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલ સગીરનું પરિવાર સાથે મિલન કરાવતી મોરબી પોલીસની “SHE TEAM”

મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ મહિલોઓની સુરક્ષા તેમજ એકલવાયુ જીવન જીવતા સીનીયર સીટીઝન અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે “SHE TEAM” ની રચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને કમગીરી કરતા દરમિયાન “SHE TEAM” દ્વારા પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલ આશરે ૧૩ વર્ષનો માનસિક અસ્થિર બાળકને તેના પરીવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, SHE TEAM પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બપોરના આશરે ૦૨ વાગ્યાના આરશમાં પ્રશાંતભાઇ નરશીભાઇ પરમાર (રહે.ગોકુલનગર શેરી નં.૨૨) તથા અબ્દુલભાઇ એમ.બુખારી (રહે. મોરબી) પોતાની સાથે આશરે ૧૩ વર્ષનો એક છોકરાને લઇ પોલીસ સ્ટેશન આવતા તેઓએ જણાવેલ કે શનાળા બાયપાસ પાસે મારી સોનલકૃપા નામની ઓફીસથી નાસ્તો કરતા ગયેલ તે સમયે મારી ગાડી આગળ અચાનક એક છોકરો આવી જતા મે ગાડી ઉભી રાખી તેનુ નામ ઠામ પુછતા પોતે કશું બોલેલ નહિ અને થોડો માનસિક જેવો લાગતા હતો. તેથી મે શનાળા બાયપાસ ના આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા તેના કોઇ વાલી વારશ મળી આવેલ ન હોય જેથી હું આ છોકરાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવી પોલીસ સટેશને હાજર પી.એસ.ઓ.ને ઉપર મુજબ હકીકત જણવાતા તેઓ SHE TEAM ના કર્મચારીઓને બોલાવેલ.બાદ SHE TEAM દ્રારા આ બાળકની પુછપરછ કરતા પોતે કાંઇ બોલતો ન હોય જેથી બાળક જે જગ્યાથી મળી આવેલ તે જગ્યાએ તપાસ કરતા સલાણીયાવાસ એસ્સાર પંપની પાછળ ઉમીયા આશ્રમની બાજુમાં ભક્તિનગર સર્કલ પાસે રહેતા જીતેશભાઇ રમેશભાઇ સીંધવ તપાસ કરતા તેઓએ જણાવેલ કે પોતાનો દિકરો દિપક જે જન્મ સમયથી માનસિક છે તે આશરે સવારના અગ્યાર વાગ્યેના આસપાસ ઘરેથી કોઇને કહ્યા વગર જતો રહેલ અને જેની આસપાસ તપાસ કરતા મળી આવેલ ન હતો. બાદમાં મોરબી સીટી એ ડિવિઝન ની she ટીમ ને ગુમ થયેલ સગીર મળી આવતા પોલીસે સગીર ને તેના માતા-પિતાને સહિ સલામત સોપી દીધેલ હતો.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!