મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ સિનિયર સિટીઝનની રૂબરૂ મુલાકાત લઇ, સાયબર ક્રાઇમની જાગૃતતા તથા સિનિયર સિટીઝનોના પ્રશ્નોના ઉકેલ લાવવા અભિયાનનુ આયોજન કરેલ હોય જે અભિયાન અનુસંધાને પેરોલીન્ગ દરમિયાન મોરબી તાલુકા પોલીસની “SHE TEAM” દ્વારા મોરબી તાલુકાના લીલાપર ગામના બિમાર (વિકલાંગ) વૃધ્ધ મહિલાની મદદે આવી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીના સાયબર ક્રાઇમની જાગૃતતા તથા સિનિયર સિટીઝનોના પ્રશ્નોના ઉકેલ લાવવા અભિયાન અંતર્ગત ડી.વાય.એસ.પી. પી.એસ.ગૌસ્વામી તથા પી.એ. ઝાલા તથા મોરબી તાલુકા પી.આઇ. કે.એ.વાળાના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના “SHE TEAM” ના પી.એસ.આઇ. બી.એમ.બગડા તથા એ.એસ.આઇ નેહલબેન જે.ખડીયા તથા ટીમ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનની રૂબરૂ મુલાકાત કરી તેમના પ્રશ્નોના નિકાલ કરવા સારૂ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે લીલાપર ગામે સિનીયર સિટીઝન ગૌરીબેન બીજલભાઇ આંદ્રેસા (રહે.લીલાપર ગામ તા.જી.મોરબી)ને ત્યા જઇ તેઓની રૂબરૂ મુલાકાત કરતા મજકુર વૃધ્ધ મહિલા વિધવા જીવન વિતાવતા હોય અને વિકલાંગ હોય અને પોતે શરીરના દુખાવાની બીમારીથી પીડાતા હોય જેથી શરીરથી અશક્ત વૃધ્ધ મહીલાને નજીકના દવાખાને સારવાર માટે લઇ જઇ વૃધ્ધમહિલાને સારવાર અપાવી તેના રહેણાક મકાને પરત મુકી આવી. માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સાર્થક કરી બતાવ્યું છે.