ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ 09-08થી 30-08 જાહેર કરાયુ છે. જે અંતર્ગત આજરોજ તા.૨૭/૦૮/૨૩ ના મોરબી સબ જેલ ખાતે “મારી માટી મારો દેશ ” અંતર્ગત મોરબી સબ જેલના મુખ્ય દરવાજાની બાજુમાં શીલા ફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ માટીના દીપ જલાવી, હાથમાં રાખી રાષ્ટ્ર નિર્માણ માટેના પાંચપ્રણની પ્રતિજ્ઞા તથા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. તેમજ વીરોનું વંદન, વસુધા વંદન જેવા કાર્યક્રમો યોજાયા હતા. આ તકે જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી.એમ.ચાવડા તથા તમામ જેલ/પોલીસ સ્ટાફના અધિકારી હાજર રહ્યા હતા.