વાંકાનેર: કોરોના મહામારીમાં સંજીવની ગણવામાં આવતી વેકિસનનો દેશભરમાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ ૧ લી મેથી ૧૮ વર્ષથી ઉપરના યુવાઓને વેકશીનેશન આપવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે દરરોજના એક લાખ વેકિસનના ડોઝ આપવાની જાહેરાત કરાઈ તેમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાઓમાં વેક્સિનેશન અંગે જાગૃતતા હોય પરંતુ વેક્સિનેશનમાં મોરબી જિલ્લાનો સમાવેશ ન હોય હાલ કોરોના મહામારીમાં વેક્સિનેશન અકસીર સમાન હોય જેને પગલે યુવાવર્ગને પણ આ વેક્સિનેશનનો લાભ મળે તેને લઈ વાંકાનેર શિવસેના તાલુકા પ્રમુખ મયુર ઠાકોર દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને મોરબી જિલ્લાના ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોનો વેક્સિનેશનમાં તાકીદે સમાવેશ કરવામાં આવે જેથી કરીને ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને કોરોના વેકસીનેશનનો લાભ મળે તેવી માંગ સાથે પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.