Monday, May 20, 2024
HomeGujaratશિવયાત્રા પરિભ્રમણ કાલે મોરબીમાં પધારતા રબારી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું કરાયું આયોજન

શિવયાત્રા પરિભ્રમણ કાલે મોરબીમાં પધારતા રબારી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું કરાયું આયોજન

મહેસાણા જીલ્લાના વિસનગર નજીક આવેલ તરભ ખાતે વાળીનાથ મહાદેવના દિવ્ય દરબારમાં નિર્માણ પામેલ શિવધામમાં પ્રસ્થાપિત થનાર અતિપાવન મહાશિવલિંગના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું રબારી સમાજ દ્વારા આગામી ફેબ્રુઆરી મહિનામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા બે’ક મહિનાથી વાળીનાથ મંદિરના મહંત પ. પૂ. શ્રી જયરામગીરી બાપુની નિશ્રામાં નૂતન શિવાલયમાં પ્રસ્થાપિત થનાર પાવન કલ્યાણકારી મહાશિવલિંગનું ગુજરાતના શહેરોમાં પરિભ્રમણ થઈ રહ્યું છે. ત્યારે શિવ યાત્રા મોરબી જિલ્લામાં આવી પહોંચતા ૧૭/૦૧/૨૦૨૪ ના રોજ ભવ્ય શોભાયાત્રા યોજી ત્યાર બાદ ધર્મસભા યોજી મહા પ્રસાદનું અયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

નવનિર્મિત શિવધામ (નવા મંદિર)ના લાભાર્થે શિવ યાત્રા મંદિરના મહંત પ. પૂ. શ્રી જયરામગીરી બાપુની નિશ્રામાં નૂતન શિવાલયમાં પ્રસ્થાપિત થનાર પાવન કલ્યાણકારી મહાશિવલિંગનું ગુજરાતના શહેરોમાં પરિભ્રમણ થઈ રહ્યું છે. મોરબીમાં શિવયાત્રાની પધરામણી થવાની છે. ત્યારે મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા ભવ્ય શોભયાત્રા, ધર્મસભા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાશિવલિંગની ભવ્ય શોભાયાત્રા આવતીકાલે તા. ૧૭/૦૧/૨૦૨૪ ને બુધવારના રોજ બપોરે 2 વાગ્યે લાલપર ગામથી શરૂ થઈને મકનસર ગામે પૂર્ણ થશે. જ્યાં ધર્મસભા યોજવામાં આવશે અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મચ્છુકાંઠા રબારી સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને ભાઈઓ-બહેનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા રબારી સમાજ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!