તેમજ પ્રખ્યાત ગાયક કલાકાર અભિતાબેન પટેલ અને અનિરુદ્ધ આહીર પણ શિવ મહિમા વર્ણવતા ગીતોની રમઝટ બોલાવશે
મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત રફાળેશ્વરના પૌરાણિક શિવતરંગ મેળામાં આજે સાંજે 7 વાગ્યે હરિયાણાના પ્રખ્યાત ગ્રુપ દ્વારા શિવતાંડવ નૃત્ય અને મહાકાલ ઝાંખીનો અદભુત કાર્યક્રમ યોજાશે તેમજ પ્રખ્યાત ગાયક કલાકાર અભિતાબેન પટેલ અને અનિરુદ્ધ આહીર પણ શિવ મહિમા વર્ણવતા ગીતોની રમઝટ બોલાવશે. આ જાહેર કાર્યક્રમનો લાભ લેવા જાહેર જનતાને અપીલ કરાઇ છે.
યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાંબુડિયા ગ્રામ પંચાયત આયોજિત રફાળેશ્વરના શિવ તરંગ મેળામાં આજે તારીખ 14ને ગુરુવારે સાંજે 7 વાગ્યે શિવ તાંડવમાં ભારતભરમાં પ્રખ્યાત હરિયાણાના તિલકધારી ગ્રુપના 15 જેટલા સભ્યો દ્વારા શિવ તાંડવ નૃત્ય કરવામાં આવશે સાથે શિવનો મહિમા વર્ણવતી મહાકાલની ઝાંખી પણ રજુ કરવામાં આવશે. તેમજ ગુજરાતના નામાંકિત ગાયક કલાકાર અભિતાબેન પટેલ અને અનિરુદ્ધ આહીર પણ શિવ મહિમા વર્ણવતા ગીતોની રમઝટ બોલાવી સૌને ડોલાવશે. રફાળેશ્વરના પૌરાણિક મેળામાં આ કાર્યક્રમ પ્રથમ વખત યોજાઈ રહ્યો છે. ત્યારે આ વિશેષ કાર્યક્રમનો લાભ લેવા જાહેર જનતાને યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શિવ તાંડવ અને મહાકાલની ઝાંખીનો કાર્યક્રમ ક્રિષ્ના મેળામાં પણ યોજાશે
યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા મોરબીમાં ચાલી રહેલા ક્રિષ્ના ઉત્સવ મેળામાં પણ હરિયાણાના આ ગ્રુપ દ્વારા આજે ગુરુવારે રાત્રે 9.30 કલાકે શિવ તાંડવ નૃત્ય અને મહાકાલની ઝાંખી ર