Wednesday, June 11, 2025
HomeGujaratમોરબીના બેઠા પુલ નીચે અજાણ્યા પુરુષનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળતાં ચકચાર.

મોરબીના બેઠા પુલ નીચે અજાણ્યા પુરુષનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળતાં ચકચાર.

પુલ પરથી કુદકો માર્યાની આશંકા; બી ડિવિઝન પોલીસ દ્વારા ઓળખ માટે તપાસ શરૂ.

- Advertisement -
- Advertisement -

મોરબીના બેઠા પુલના નીચે અજાણ્યા પુરુષનો કોહવાયેલો મૃતદેહ મળતાં વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ હતી. અંદાજિત ૫૦-૬૦ વર્ષના આ પુરૂષે બે દિવસ અગાઉ પુલ પરથી ઝંપલાવ્યું હોવાની શક્યતા છે. બી ડિવિઝન પોલીસે ઓળખ માટે તપાસ શરૂ કરી છે.

મોરબી શહેરના બેઠા પુલ વિસ્તારમાં ગઈકાલ તા.૦૯ જુનના સવારે એક ઘટના સામે આવી હતી. જેમાં પુલની નીચે એક અજાણ્યા પુરુષનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો. મૃતદેહની સ્થિતિથી જોઈને એવું લાગી રહ્યું છે કે તેનું મોત ૨ થી ૩ દિવસ પૂર્વે થયું હોય. પ્રથમ દૃષ્ટિએ એવું માનવામાં આવી રહ્યું છે કે આ પુરુષે પુલ પરથી કુદકો માર્યો હોઇ શકે છે. બી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી અને તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મૃતકની ઉંમર આશરે ૫૦થી ૬૦ વર્ષની અંદાજવામાં આવી રહી છે. માથે ટાલ તથા મૃતકે શોર્ટ અને શર્ટ પહેરેલા હતા. હાલ બી ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવ અંગે મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!