Friday, May 3, 2024
HomeGujaratમોરબી સહિત સૌરાષ્ટ્ર નાં અનેક જીલ્લાઓમાં બાયોડીઝલ અને ડીઝલ નાં હોય તેવા...

મોરબી સહિત સૌરાષ્ટ્ર નાં અનેક જીલ્લાઓમાં બાયોડીઝલ અને ડીઝલ નાં હોય તેવા પ્રવાહી વહેંચતા હોવાની ચોકાવનારી ફરિયાદ :જાણો જીલ્લા મુજબ ક્યાં ક્યાં આવું વેચાણ થાય છે તેવી ફરિયાદ કોણે કરી ??

ગુજરાત સરકારે બાયોડીઝલના વેચાણપર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, કેટલાક ઈસમોએ ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચાણનો ધધો કરવાનું છોડતા નથી. ત્યારે આવા ધધાર્થીઓંને સૌરાષ્ટ્રમાં ડપ્લીકેટ બાયોડીઝલની વેચાણ કરતા બંધ કરાવવા ગોડલના સ્ટેશન પ્લોટ, નગર પાલિકા પાસે રહેતા યુનિશ ગોવિંદભાઇ દેસાઇ નામના જાગૃત નાગરિકે વિવિધ સ્થળો પર ચાલતા ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચાણના સ્થળોના એડ્રેસ સાથેનો રાજકોટ એસ.પી.ને પત્ર લખી આ સ્થળોને બંધ કરાવવા માંગ કરી હતી.

- Advertisement -
- Advertisement -

યુનિશ દેસાઇએ પત્રમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ડુપ્લીકેટ બાયોડીઝલનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. આ વેચાણ થતું પ્રવાહી અતિજ્વલનશીલ પદાર્થમાંથી બનાવામાં આવે છે. જેવા કે MFO JMTO, રિસાયકલ ઓઇલ તેમજ પેરાફીન ઓઇલમાંથી બનાવામાં આવે છે. આ અતિજ્વલનશીલ પદાર્થમાંથી બનતું પ્રવાહી જરા પડતી બેદરકારી થતા પેટ્રોલની જેમ સળગી ઉઠે છે. જેમાં આ પ્રવાહી સ્ટોર કરવામાં આવે છે. તે ધડાકા સાથે આજુબાજુની બધી જ મિલ્કતોને સળગાવી દે છે. જે એક પ્રકારનું ટાઈમ બૉમ્બ છે. સૌરાષ્ટ્રના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઘણી જગ્યાએ અકસ્માત થયેલ છે. પરંતુ લોકલ પોલીસ આ અંગે જરૂરી કામગીરી કરવાની હોય તે નથી કરતી. જેમને ત્યાં આગ લાગી હોય તેવી જગ્યાએ ફાયર સેફ્ટી અંગે કોઈ જાણકારી લીધા વગર કેસ રફેદફે કરી અઢળક કમાણી કરે છે. FQ, MTO રિસાયકલ ઓઇલ તેમજ પેરાફીન ઓઈલ બધી જ પ્રોડક્ટ ઓનલીઇન્ડસ્ટ્રીયલ વપરાશકર્તા ઉપયોગ કરી શકે છે. તેમ છતાં આ વસ્તુનું મિશ્રણ કરી ડીઝલની જગ્યાએ ઑટોમોબાઇલમાં ઉપયોગ થાય છે. આ વસ્તુનું મિશ્રણ કરનારા વ્યક્તિ પાસે સરકાર તરફથી કોઈ જાતની પરવાનગી હોતી નથી પરવાનગી હોય તો તે ફક્ત ઇન્ટ્રીઅલ વપરાશકર્તાને જ વેંચાણ કરી શકે છે. પરંતુ આ સપ્લાયર આજુ બાજુના બોગસ પંપ કરી વેચાણ કરી વેપારીને માલ આપે છે. તેમજ હપતાઓ પણ પોતે જ ગોઠવી આપે છે. આ બોગસ પંખ ચાલુ કરી ડાયરેક ટ્રક તેમજ ટ્રાવેલર્સની બસમાં ઇંધણ તરીકે ભરી આપે છે. આવા પંપ ધારક પાસે કોઈ પ્રકારના સરકારી લાઈસન્સ નથી. તેમજ પંપ ચલાવવા માટે ટોલ માપ વિભાગની મંજૂરી નથી હોતી. તેથી કોઈપણ જાતના ખરીદીના કે વેચાણના બીલો પણ બનાવતા નથી. જેથી કરીને સરકારને GSTની આવક થતી નથી.

મોરબી સીટી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મોરબી સીટીની અંદર ક્રિષ્ના પેટ્રોલિયમ તેમજ ખોડિયાર પેટ્રોલિયમ, સનાળા રોડ ઉપર, રવાપર રોડ ઉપર, લાલપર રોડ ઉપર, મોરબી થી કંડલા હાઇવે પરની હોટલની આજુબાજુ સહીત સૌરાષ્ટ્રના 43 સ્થળોના નામ યુનિશ દેસાઇએ પત્રમાં જણાવ્યા છે કે જ્યાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે ચોક્કસ કોઈ પ્રામાણિક ઓફિસર પાસે તપાસ કરવાનો આ અતિ જ્વલનશીલ પ્રવાહીના વેપાર અંગે આપને અતિ ચોંકાવનારી માહિતી મળશે. આપના તપાસણી અધિકારીને કહો કે જે જગ્યાએ તપાસ કરે ત્યાંથી સેમ્પલ ભરી તપાસણી માટે મોકલે જેથી કરીને આપને જાણવા મળશે કે જે વસ્તુનું વેચાણ વાહનોમાં થાય છે તે ફક્તને ફક્ત ઇન્ડસ્ટ્રીયલ વપરાશની વસ્તુ છે. તેમ યુનિશ દેસાઇએ પત્રમાં જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!